Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પરસ્ત્રી
NEWE DANI
[[[[ ||
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪ * અંક ૧/૨ * તા. ૭-૮-૦
પારી
આપણી સંસ્કૃતિમાં પોતાની પત્ની સિવાય મોટી એટલી મા અનેનાની એટલી બહેન - એવો ભાવ સંકળાયેલો છે. જૂના સમયમાં મેં જોયેલું છે કે, ગામડામાં કોઇ પણ જ્ઞાતિની દીકરી હોય પણ એ આખા ગામની દીકરી ગણાય. એની સામે કોઇ આંખ ઊંચી કરીને જુએ પણ નહિ. એ આપણા સંસ્કાર હતા. આજે પણ છે. છતાંય એમાં ઘણી ઓટ આવી છે, એ પણ એટલી જ સાચી હકીકત છે. આપણી સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિનો લૂણો લાગ્યો છે, એટલે એ રાત્રે ન બગડે એટલી દિવસે બગડે છે. જોકે, પશ્ચિમનું જે સારું છે, ઉત્તમ છે એ આપણે ઝટ સ્વીકારતા નથી પણ જે ખરાબ છે એ સત્વરે સ્વીકારીને આપણી અસલી સંસ્કૃતિનો નાશ નોતરી રહ્યા છીએ. આ એ સંસ્કૃતિ છે જ્યારે રામ સીતાના સ્વયંવરમાં ગયા. રાજાના ઉદ્યાનમાં પોતાની સખીઓ સાથે રાજકુમારી આનંદપ્રમોદ કરતી હતી ત્યારે રામ-લક્ષ્મણ ત્યાંથી પસાર થયા અને એક ક્ષણ માટે રામે ઊંચી આંખ કરીને રાજકુમારીની સાથે આંખ મેળવી ત્યારે લક્ષમણલાલ-પીળો થઇ ગયો. રઘુકૂળની રીતને રામે લાંછન ગાડ્યું છે, એવો આક્ષેપ રામ પર કર્યો ત્યારે રામે ખુલાસો કર્યો કે, એ સીતા હતી. અમે આ ભવથી નહિ પણ યુગો યુગોથી સાથે છીએ. તેથી એની સામે જોવાનું કોઇ પાપનથી. ત્યારે લક્ષ્મણ શાંત થયેલો. કોઇ પણ પારકી સ્ત્રી તરફ નજર કરવી એ મહાપાપ છે, એવું કહેનારી આપણી સંસ્કૃતિને શું થયું છે? વાલ્મીકિ રામાયણમાં અરણ્યકાંડમાં કહેવાયું છેકે, ‘હે રાજન ! પારકી સ્ત્રીના સંપર્કમાં આવવું એના જેવું મોટું પાપ કોઇ નથી.’ આજેઆપણે બધા પાછા વળીને આનો વિચાર કરીએ તો ?
‘પરસ્ત્રી : શ્રી. (સં.) બીજાની સ્ત્રી (સ્વપત્ની સિવાય) બીજી કોઇ સ્ત્રી' એવો અર્થ થાય છે. પારકી સ્ત્રી સામે જોવાથી પણ પાપ લાગે છે એવી ભારતીય પરંપરા રહેલી છે આજે એ પરંપરાનુંદુનિયાના ચોકમાં ખુલ્લેઆમ લીલામ ોઇને આપણને દુ:ખ થાય છે.
ક વે કાલિદાસે પણ અભિજ્ઞાન શાકુંતલમાં કહ્યું છે કે, ‘પારકી સ્ત્રી સામે ધ્યાનથી જોવું તે યોગ્ય નથી. જોવાથી
૨૧
—પ્રો. કિશોરસિંહ સોલંકી
વિકાર પેદા થાય છે. અને વિકારથી માણસનું પતન થાય છે. જેનું પતન થાય છે એનું સર્વસ્વ જાય છે. ભલે પછી એ ધનવાન હોય, કીર્તિવાન હોય કે મોટો બુદ્ધિમાન હોય, સમાજમાં એનું સ્થાન કોડીનું બની જાય છે.
K
એમાં આગળ પણ કાલિદાસે કહ્યું છે, ‘“પારકી સીની બાબતમાં વાત કરવી એ પણ અશિષ્ટતા છે.’ પછી તો વાત ક્યાં રહી ? પણ આજે તો આપણે જોઇએ છીએ કે, દરેકને પારકે ભાણે મોટો લાડુ દેખાય છે. અને એનાં કેટલાં રાબ ટે પરિણામો આવી રહ્યાં છે એ આપણે દરવાજ સમાચારપત્રોમાં વાંચીએ છીએ.
なに
આપણે જાણીએ છીએ કે, આપણા દેશમાં પૌરાણિક કાળમાં લાજ કાઢવાનો રિવાજ નહોતો પણ મુસ્લિમો આપણા ત્યાં ચડી આવ્યા. એમની કુદ પૃથી બચવા માટે જ્યારે છુપાવવું પડ્યું ત્યારથી મોઢું ઢાંકણાની શરૂઆત થઇ. ન જોવું કે ન આકર્ષાવું. જોવાથી આ ક્ષણ થાય છે અને બે વિજાતીય વસ્તુઓ ખેંચાય છે. પણ આજે તો આપણા ઉપર પશ્ચિમની સંસ્કૃતિની ચડાઇ થઇ છે અને દિવસે દિવસે આપણે હણાતા જઇએ છીએ. તેથીન કલ્પી શકીએ એવાં પરિણામો જોઇએ છીએ.
કવિ ભારતેન્દુ હરિશ્ચંદ્રની પંક્તિઓ છેકે, ‘પરણનારી પૈની છૂરી, તાહિ ન લાઓ સંગ/ રાવન હૂ કો સિર ગયો, પર-નારીકે સંગ.’રાવણના સામ્રાજ્યનો નાશ થયો એના મૂળમાં તો સીતાજી હતાં ને ? પર-નારી પર કુદૃષ્ટિ ન કરી હોત તો એનું ખરાબ પરિણામ આવવાનું નહોતું. પણ જેનું ખરાબ થવાનું નિર્માયું જ હોય એને કોણ બચાવી શકે ? અથવા જેનું પતન જનક્કી હોય એને કોણ ઉગારી શકે?
અમેરિકામાં એવું કહેવાય છે કે, ત્રણ ડબલ્યુન કોઇ ભરોસો નહિ. વાઇફ, વેધર અને વર્ક (www)હવે એનો પાસ આપણને અડતો લાગે છે. પણ આપણી સંસ્કૃતિ મહાન છે, એને બગડવા દેવાય નહિ. એનું જતન કરવું એ આપણી ફરજ છે. અને આપણી સંસ્કૃતિ પ્રમાણે ભક્ત કવિ નરિસંહે ‘વૈષ્ણવજન’માં ગાયું છે કે, ‘સમદષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે...’
XOZ
સૌજન્ય : સંદેશ
A