Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રશ્ન - ઉત્તર
શ્રી જૈન શાસન (અઠવાડિક) – વર્ષ ૧૪ – અંક ૯-૧૦ ૪ તા. ૨૩ ૧૦-૨૦૦૧
ઉત્તર ||||
||||| પ્રશ્ન
હપ્તો ૩
પ્રશ્ન - આપઘાત કરવો તે ઉપઘાત નામ કર્મ કહેવાય, તેવી વાત ૧લા કર્મગ્રંથમાં છે તો તે કઈ રીતે ? - આપઘાત કરવાનું મન થાય, તેવા બાહ્યા નિમિત્તો જીવને ભટકાય છે, તે અશાતાવેદનીયથી ભટકાય છે. તે નિમ્તિોની અસર જીવ ઝીલે છે, તે અરતિમોહનીય કર્મનો ઉદય છે. તે અસર અસહૃા બને ત્યારે જીવ આપઘાત કરે છે, તો આમાં નામકર્મનો ઉદૃશ્ય કયાં આવ્યો ?
ઉત્તર – આઠેય કર્મોનો ઉદયજીવને ચાલુ છે. દરેક કાર્યમાં તે તે કર્મનો ઉદય ગૌણ - મુખ્યભાવે કામ કરે છે. આપઘાતમાં મુખ્યતઃ કષાય મોહનીય વગેરે મોહનીય પ્રકૃતિનો ઉદય સામાન્યથી ગણી શકાય અશતા, નામકર્મ, આયુષ્ય વગેરે પણ કામ કરે ગૌણપણે એમ સમજાય છે.
પ્રશ્ન - આત્મામાં અનંતા ગુણો છે. તે કઈ રીતે સમજવા ? (જ્ઞાનાવરણીય વગેરે આઠેય કર્મો જે ગુણોને આવરે છે. તે આઠ જ ગુણોને આવરે છે કે અનન્ત ગુણોના ઝુમખાને આવરે છે ?
ઉત્તર - અનન્તગુણોની સમજણ માટે ‘‘નવપદ પ્રકાર સિદ્ધપદ'' (લેખક પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂરી વરજી મ.) માં વિસ્તારથી સમજણ આપેલી છે મુખ્ય ગણ છે તેથી ૮ કર્મ તે તે ગુણને આવરે. અનંતગુણોના ઝુમખાને નહીં, ૮ કર્મ કે ૧૫૮ પેટા કર્મ ભેદો સામાન્યથી મુખ્યતામી અપેક્ષાએ વિશેષથી અનંતગુણોને અત્વરનારા કર્મના અનંતભેદ થાય છે.
પ્રશ્ન - જીવ સમ્યગ્દર્શનથી ત્યારે જ પતન પામે કે જ્યારે પૂર્વના નિકાચિત કર્મનો ઉદય હોય, તો શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શનનું (૧) જો નિકાચિત કર્મનો ઉદય હશે તો કાળજી રાખવા છતાં પતન નિશ્ચિત છે.
સમાધાનકર્તા : અભ્યાસી
(૨) જો નિકાચિત કર્મનો ઉદય નથી તા ડરવાનું કામ નથી કારણ કે પતન નથી.
(૩) વળી સમ્યગ્દર્શનની હાજરીમાં ના અશુભ નિકાચિતકર્મો બંધાતા નથી તો સમ્યગ્દર્શનની સાચવણી શા માટે કરવાનું કહ્યું ?
ઉત્તર નિકાચિત કે અનિકાચિતનું નિર્ણય કેવલી કરી શકે. આપણે નક્કી ન કરી શકીયે માટે જતન કરવું આવશ્યક છે. કાર્ય પત્યા પછી આ ર્ધ્યાનાદિ ટાળવા માટે જે નિકાચિતનો વિચાર કરવો છે નહીં તો
પુરૂષાર્થ ન જાગે, મોક્ષમાર્ગે આગળ ન વધાય.
પ્રશ્ન - દશમાં ગુણ ઠાણે સૂક્ષ્મ લોનો ઉદય કહ્યો છે, તો સૂક્ષ્મલોભનું સ્વરૂપ શું ?
ઉત્તર - બાહાભાવોથી જાણી ન શકાય તેવું.
પ્રશ્ન - સ્વેચ્છાએ સંસાર છોડીને (પસર્ગ - પરિષહોને વધાવનાર એવા સાધુને પુણ્યાનુંબંધે પાપનો ઉદય બતાવો કે પુણ્યા – પુણ્યનો ? નવતત્ત્વ [વેચનમાં પુણીયા શ્રાવકને પુણ્ય-પાપના દ્રષ્ટાંતમાં બતાવ્યો છે, તે બરાબર છે ? તેણે તે સંપત્તિ હતી તે ધર્મમ ર્ગે ખર્ચી નાખી નવી મલે તેમ છે. છતાં મેળવવી નથી
ઉત્તર - પુણ્યાનુબંધી પાપની ઉદીરણા સમજવી ઉદય - ઉદીરણા કચિત્ત અભેદ માનીયે તો ઉદયવણ કહી શકાય.
प्रश्न- क्या क्षायिक समकित वाला, शमश्रेणी ले शकता है ?
उत्तर - उपशमश्रेणी का प्रारंभ क्षायिक समकिती अथवा औपशमिक समकिती ही कर सकता है क्षायोपशमिक समकिती श्रेणि के पूर्व में अपशमिक समकित प्राप्त करके श्रेणिका प्रारंभ करता है
૧૦૦
-
ક્રમશઃ