Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૭ અંક ૯-૧૦૭૦ તા. ૨૩-૧૦-૨૦૦૧ નથી. આપણા જૈનો જ એકતાની વાતો કરે છે, અને મારી અનુભવ કહે છે કે આ એકતાની વાર્તા કેવળ સ્વપનું ના માટે જ છે. કારણ કે આચાર શુદ્ધિ માટે કોઈ પ્રયત્ન ઓ નથી અને સમાચારો માટે લડી ઝગડીને એક થવા ઈચ્છે છે. વર્ષો વીતી ગયા એકતાની વાતોમાં એકતા તો ન થઈ પણ ટુકડાઓ વધ્યાં, વૈમન્ય વધ્યું. અશાંતિ વધી.
ઔ શતાબ્દિના પ્રેરકી ! આપના મોઢામાંથી કોઈ દિવસ અમે છવ્વીસમી શતાબ્દિમાં જીવીએ છીએ થવું બોલાણું છે ? વ્યાખ્યાનના પાટ પરથી એકવીસમી શતાબ્દિની વાતો કરનારાઓને પ્રભુ મહાવીરની નિર્વાણ કે જન્મ શતાબ્દિની વાતો કરવાનો પણ કર્યો અધિકાર છે
?
૨૬૦૦મી જન્મ કલ્યાણક રાષ્ટ્રીય ઉજવણી અશાસ્ત્રીય
વનવિકાસ' એટલે વનસ્પતિકાયનો કચ્ચરબા | આ પ્રભુ મહાવીરની અહિંસાને અનુકૂળ છે. પર્વ તિથિએ લીલોતરીની બાધાઓ પાલનારા અને શ્રાવકોને આપનારા મુનિભગવંત જરા વિચારે તો ખરા ?
‘ધર્મપ્રચારકોની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે' એમ લાગ્યું પ્રભુ મહાવીર પર ફીલ્મ બનવાની વાત સાંભળી ને. પ્રભુ મહાવીરનો પાર્ટ લેવા ક્યા ગચ્છાધિપતિ જશે. ક્યા આચાર્ય જવું કે પછી કોઈ મુનિભગવંત કે પંન્યાસને મોકલશે ? ાંઈ ખબર પડતી નથી. ફીલ્મ ઉતારાવા દ્વારા માંસ મદિરા પીનારાઓને પ્રભુ મહાવીરનો પાર્ટ આપવો છે એ યોગ્ય છે કે અયોગ્ય એનો નિર્ણય એના હિમાયતીઓએ કરવાનો છે રામલીલાના પડદા પાછળ રામનું પાત્ર ભજવનારો ડારૂની ખાલી પીતો હોય એવું નાટક - ફારસ પ્રભુ મહાવીરની ફીલ્મ બનાવીને કરવું છે ? હોટલોમાં જૈનવેજ' ામ આપીને જૈનોને હોટલોમાં જવાની છૂટ આપવાનું પ પ કરવું છે ?
પાંચરી છસ્સો વરસથી ચાલતી વેટીકનની ચાલ બાજીને પ્રોત્સાહન જ મળી રહ્યું છે. મને તો તાલીબાનમાં જે બન્યું એમાં પણ વેટીકનની ચાલબાજી દેખાય છે. ધર્મઝનુની નાવી એ ધર્મનો નાશ કરવો.
પંથધર્મની એકતા માટે આપણે ઘણું બોલીએ છીએ પોતપોતાના સ્થાનેથી પણ એક્તાની વાતો પોકળ જ થઈ રહી છે. કારણ કે પંથધર્મની એકતા ન ભૂતો ન ભવિષ્યતિવાળી છે. અને ધર્મ તો એક જ છે. ધ્રુવળી પ્રશ્નનોધમ્મ ” ‘‘વળી પ્રરૂપતિ ધર્મ'' આમાં વળી શાની એકતા કરી છે. શું કેવળી પ્રરૂપિત અને દેવળી પ્રરૂપિતધર્મી ખીચડી બનાવવી છે. જૈન ધર્મ તો એક જ છે અને એક જ રહેશે અને ધર્મના પંથો કદી એક બન્યા નથી અને બનવાના નથી.
જૈન શાસનના આજના ધર્માચાર્યો પંથ બનાવી ને તેનેજ ધર્મ માનીને અંદરોઅંદર લડી રહૃાા છે. અને પાછા એક થવા ઇચ્છે છે. પ્રયત્ન કરે છે. વાસ્તવમાં તો પંથનો અર્થ સમાચારી થાય અને સમાચારી ભિન્નતા કદી નામ ધ થઈ નથી. મેં તો રહેવાની જ. એમાં એક સંપી જોઈએ વર્તમાનમાં જરૂરત છે. પોતપોતાની સમાચારી પ્રમાણે વર્તીને એકબીજાને નીચે પાડવાના પ્રયત્નમાંથી મુકત થવાની. એ સંપીને અત્યંત આવશ્યકતા છે.
આજના બીજા ધર્મોમાં પણ ટુકડા છે. વિચાર ભેદ છે. આચાર ભેદ છે. કોઈ ધર્મવાળા એકતાની વતો કરતાં
૯૯
પાઠયપુસ્તકોમાં મહાવીર પ્રભુ કેવા હશે ? દિગંવર માન્ય, સ્થાનકવાસી માન્ય કે શ્વેતાંબર મૂર્તિપૂજક માન્ય કોઈ દિવસે વિચાર્યું છે ખરું ? કે પછી રાજનેતાઓને જે યોગ્ય લાગે એવા મહાવીરનો પાઠ મુકી દેવાશે ? આપણામાં મહાવીર પ્રભુ જીવન વિષે એક વાકયતા તો કે નહીં પછી કઈ રીતે સહમત થઈશું ? એક રાજનેતાએ એક વખત કહેલું કે ‘અમે કોના મહાવીર ને માનીએ ?'
આજથી સો - દોઢસો કે તેથી આગળના ઇતિાસ ઉપર નજર જાય ત્યારે શતાબ્દિની ઉજવણીની વાત દેખતી નથી. આપણે તો પાંચેય કલ્યાણક દર વર્ષે ઉજવવાના જ હોય છે. પછી આ શતાબ્દિની ચાલ પણ અંગ્રેજોની જ દેખાય છે. છતાં ભગવાનનો મહોત્સવ જિનાજ્ઞા અનુસાર થતો હોય તો વિરોધ કરવા જેવું છે જ નહીં.
આજના મહત્સવો જિનશાસનની ઉન્નતિમાં કેટલાં સહાયક બન્યા છે એ પર પણ સૂક્ષ્મતાથી વિચારવાનો સમય પરિપક્વ થઈ ગયો છે. આજના મહાવ્રત ધારિયોના સમૂહમાંથી કેટલાંય મહાવ્રત ધારિયોના મહાવ્રતનું મહાપ્રયાણ થઈ ગયું છે છતાં શાસન પ્રભાવક બનીને કરી રહ્યાં છે. અને સ્વપ્રશંસા સ્વકીર્તિ અને સ્વયશ વિસ્તારિત કરવા માટે શાસન ઉન્નતિની આડ લેવાઈ રહી છે,
શ્રમણોપાસક સંઘને પણ અનીતિનું ધન ખર્ચીને ધર્મી કહેવડાવવું છે. પ્રશંસા મેળવવી છે અને છોકરા છે છોકરીઓને સારા ઠેકાણે વળગાડવવાં છે. આવું ન હોત તો ભગવાનનો મહોત્સવ હોય અને ત્યાંજ રાતે ખાતાં હોય ભીખ માંગીને ખાતાં હોય. ભીખ માગીને ખાતાં હોય અભક્ષ્ય ખાતાં હોય આને ભગવાનનો મહોત્સવ કહેવાય ખરો ? ન્યાય નીતિ તરફ જવાની વાત ક્યાં છે ?