Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આત્મ વિશુ નું પર્વ
આત્મ વિશુદ્ધિનું પર્વ
ક્। જૈન શાસનમાં આત્મવિશુદ્ધિ ઉપર ઘણોજ ભાર મૂકવામાં આવ્યો છે. જે કાંઈ જ્ઞાન—ક્રિયા કે અનુષ્ઠાન કરવાના તે આત્માને નિર્મલ બનાવવા કરવાના છે. તે માટે અનેક પ્રકારના પર્વો બતાવવામાં આવ્યા. હું માંય પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપર્વ એ શિરમોર સ્થાને છે. જો આત્મા સમજી આ મહાપર્વની સાચા ભા। સારી રીતે આરાધના કરે તો કર્મમલ દૂર થયા વિન રહે જ નહિં. માટે તો આ પર્વના ગાન ગાતાં મહર્ષિઓ ને કહ્યું કે – 'કર્મણાં મર્મભેદકૃત' અર્થાત્ શ્રી જિનશાસ માં ઘણા પર્વો કહેવાયા છે પણ કર્મોના મર્મોને ભેદવા આ પર્યુષણા પર્વ જેવું બીજું એક પર્વ નથી. આનો અર્થ એવું નથી કે બીજા પર્વોને ગૌણ જણાવે છે પણ સર્વે પર્વોમાં આની વિશિષ્ટતા જણાવે છે. પણ સર્વે પર્વોમાં આની વિશષ્ટતા જણાવે છે. જેમ ન્યાયમાં આવે કે ‘ત્રાધળાડ પિ માનતા, વશિષ્ટોઽપિ આતઃ।' અર્થાત્ બ્રાહ્મણો પણ આવ્યા અને વિશિષ્ટ ઋષિ પણ આવ્યા. વશિષ્ટ ત્ર ષિ બ્રાહ્મણ તો છે જ પણ તેમની વિશેષતા જણાવવા તેમનો નામ સાથે ઉલ્લેખ કર્યો. તેમ જ અહીં સમજવાનું કે બધા જ પર્વો કર્મોનો નાશ ક૨ના૨ છે પણ આ પર્યુષણા પર્વ વિશેષ પ્રકારે નાશ ક૨ના૨ છે તે વિશેષતા જણાવવા આમ કહ્યું છે. આ મહાપર્વમાં જે પાંચ કર્તવ્યો, અગિયા૨ કર્તવ્યો, પૌષધ આદિની ભાવોલ્લાન પૂર્વક કરાતી આ૨ાધના આત્માને વિશુદ્ધ કરે તેમાં બે મત જ નથી. તેમાંય સકલ સૂત્રોમાં શિ૨ોમણિ એવા ‘‘શ્રી કલ્પસૂત્ર”નું જે આત્મા અખંડ શ્રવણ કરે અને તેનો ઉદ્દેશ સંદેશ અને ૫૨માર્થ સમજી જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ હોય તેનો આત્મા તો કેટલો બધો કર્મથી લધ થઈ જાય !
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪ અંક ૧-૨ ૰તા. ૭–૮–૦૧
રાવા મહાપવિત્ર આગમસૂત્રનું વાંચન અને શ્રવણ કે .નાર આપણે આપણા આત્માનો વિચાર કરીએ છીએ ખરા કે રાગદ્વેષ–મોહ–કષાયની આંધીમાં હું અટવાયો છું કે તે આંધીથી બચવા પ્રયત્નશીલ છું / આંધીને રાધીન બનું છું કે આંધીને આધીન બનાવવાનો અભ્યાસ ચાલુ છે ? રાગાદિની આંધી એવી ભયાનક
૧૯
—ભકિત પરાગ
ચક્રવાત છે. જે સારા સારા ઉંચે ચઢેલાને પણ ક્યારે ખાડામાં નાખી દે તે ખબર ન પડે. આનું વાંચનમવણ કરનાર મારા જીવનમાં રાગાદિની પરિણતિ વી છે કે મંદ પડી છે ખરી ? એક બાજુ આવા પર્વોમાં ધર્મની આરાધનાની હરિયાલી જગાવીએ અને બીજી બાજુ કષાયની ઉગ્રતા અને વિષય વાસનાના વિલાસમાં વિલસીએ તો તે બેનો મેળ જામે ખરો ? જીવનમાં આરાધના વધવાની સાથે કષાય—વિષયની મંદતા ન આવે તો શું થાય ? જ્ઞાનીઓએ વિષય કષાયને સંસારનું મૂળ કહ્યું. વિષય માટે કષાય જરૂ૨ી અને કષાયની પુષ્ટિથી વિષયાભિલાષા વધે બન્ને એક બીજાના પૂરક છે. તેમાં પણ કષાયની કાલીમતા વધારે દુષ્ટ છે. તે અંગે ‘શ્રી અધ્યાત્મ કલ્પદ્રુપ' ગ્રન્થમાં સહસ્રાવધાની પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વ૨જી મહા૨ાજાએ કહ્યું કે विनाकषायान्नभवार्तिराशिर्भवेद्भवेदेव च तेषु सत्सु । मूलं हि संसारतरोः कषायास्तत्तान् विहायैव सुखीभवात्मन ! ।।
ભાવાર્થ – ‘‘કષાય વિના સંસા૨ની અનેક પીડાઓ થતી નથી અને કષાય હોય તો સંસા૨ની અનેક પીડાઓ જરૂર થાય છે આ સંસાર રૂપી વૃક્ષનું મૂલ કષાય જ છે તેથી હે આત્મન્ ! તું આ કષાયોને છોડી સુખી થા ' પર્વાધિરાજનો આ જ પાવન સંદેશ છે. આ માર્ગે ચાલવું તે જ આત્મ વિશુદ્ધિનો સાચો માર્ગ છે પણ આપણને આવું લાગે છે ખરું. સમજયા પછી આપણા જીવનના કેટલા પર્યુષણા પર્વ ગયા પણ આત્મા સાથે આવી વિચા૨ણા કરી ખરી ! આપણામાં કષાયની વૃદ્ધિ છે કે હાનિ ! માટે પરમર્ષિઓ પોકારી પોકારીને કહે છે કે – ભદ્રે ! મહાનુભાવો ! આત્માની સાચી વિશુદ્ધિનું આ પર્વ સાચી રીતે આ૨ાધવું હોય તો જાત જોતાં શીખો પારકી પંચાત ઘણી ક૨ી, ઘણા પર્વો ગુમાવ્યા. આ માના કટ્ટર શત્રુ રાગદ્વેષ—કષાયના જય વિના વિશુદ્ધિ શય જ નથી. જય ક૨વાનો પ્રયત્ન કરવા જીવનમાં સમતાને પામવી પડશે. સમતા જ આત્માની સાચી સખી બનાવવી પડશે. મનઃશુદ્ધિ થશે તો જ સમતા આવશે. મન અલીન હશે તો સમતા ભાગી જશે. મનની મલીનતાનું કા૨ણ