________________
સુધી મારું હૃદય ધબકતું હશે, ત્યાં સુધી કુમારપાળનો વાળ પણ વાંકો નહિ થવા દઉં.”
કુમારપાળને કહ્યું : “પધારો પુણ્યશાલી.” બહુમાનપૂર્વક પોતાના ઘરે લઈ ગયા. મનમાં કુમારપાળ માટે પણ નબળો વિચાર ન આવ્યો કે આણે મને ધર્મસંકટમાં નાખ્યો.
આ બાજુ સિદ્ધરાજ જયસિંહને પુત્ર ન હતો. આગાહી હતી કે રાજગાદી પર કુમારપાળ આવશે. રાજાને કુમારપાળ પર સ્વભાવથી જ વૈર હતું. તેથી ઉદાયનનો પુત્ર ચાહડ કે જે તેનો માનીતો હતો, તેને રાજ આપવાની તેની ઈચ્છા હતી. ચાહડને ગુપ્તચરોથી ખબર મળી કે, કુમારપાળ ખંભાત છે, એટલું જ નહિ પોતાના પિતાના ઘરે જ છે. આ બાતમી મળતાં જ એ મારતે ઘોડે ખંભાત આવ્યો. પિતાને કહ્યું : “મને પાકે પાયે એવા સમાચાર મળ્યા છે કે કુમારપાળ ખંભાતમાં છે, માટે જ તપાસ કરવા આવ્યો છું.” ઉદાયન મંત્રીને ખોટું બોલવું નથી. છતાં દીકરાના હાથમાં કુમારપાળ ક્યાંય આવી ન જાય એનો પાકો પ્રબંધ કરીને કહ્યું : “કુમારપાળ ખંભાતમાં જ હોય તો એની તપાસ કરવી જોઈએ !” ચાહડે કહ્યું : “પિતાજી, બાતમી તો એવી મળી છે કે આપણા જ મહેલમાં કુમારપાળ આશ્રય લઈ રહ્યો છે.” ઉદાયને કહ્યું : “જે હોય તે, આપણે તપાસ કરી લઈએ. મહેલમાં હશે તો બીજે ક્યાં જઈ શકવાનો છે ?” તેઓ પણ તપાસમાં સાથે જોડાયા. બધું જ તપાસ્યું, પણ કુમારપાળનો ક્યાંય પત્તો ન લાગ્યો, ત્યારે ચાહડને અંદાજ આવ્યો કે કુમારપાળ અંતઃપુરમાં હશે ! અને એ માટે એણે અંતઃપુરમાં પ્રવેશ કરવા પગ ઉપાડ્યો ત્યારે ઉદયને તલવાર મ્યાનમુક્ત કરી એને ધમકાવ્યો, “ખબરદાર ! અંતઃપુરમાં પ્રવેશવા હિંમત કરી તો, આ સમશેર તારી સગી નહિ થાય !” સ્ત્રીઓનાં અંતઃપુરમાં પુરુષોનો પ્રવેશ નિષિદ્ધ હતો. ખુદદીકરાને માટે પણ. ચાહડ વીલા મોઢે પિતાની માફી માંગીને ચાલ્યો ગયો. કુમારપાળની રક્ષા થઈ. ગુરુનાં એક વચન ખાતર સગા દીકરા
इन्द्रियों से नहीं जानी जाती बाबतों को जानने हेतु शास्त्ररूपी दीपक लिए बिना दौडनेवाले जड (मूर्ख) लोग कदम कदम पर ठोकरें खाते खाते बडे खेद को पाते हैं। - ज्ञानसार
પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૩ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International