________________
પણ તે તે પ્રકારની યોગ્યતા હોવી જરૂરી છે.
પ્રવચન-ધર્મદેશનાની બાબતમાં પણ અમને અધિકાર-યોગ્યતા વિના આગળ વધવાની ના પાડી છે. આ માટે ચેતવણી આપતાં શ્રીસન્મતિતર્ક નામના મહાન દાર્શનિક ગ્રંથમાં જણાવ્યું છે કે –
हु सासणभत्तिमेत्तएणं सिद्धंतजाणगो होइ । ण विजाणगो विणियमा पण्णवणाणिच्छिओ णामं ।। “જૈનશાસન ઉપર અપાર ભક્તિ છે, એટલામાત્રથી કોઈ સિદ્ધાંતનો જ્ઞાતા બની જતો નથી, સિદ્ધાંતનો જ્ઞાતા પણ નક્કી પ્રરૂપણામાં નિશ્ચિત મતિવાળો બને જ એવો નિયમ નથી.”
કારણ કે, જૈનશાસનનું કોઈ પણ કાર્ય કરવા જેમ જૈનશાસન પ્રત્યે ભક્તિ હોવી અનિવાર્ય છે, તેમ જૈનશાસનનાં તે તે અંગોને લગતું જ્ઞાન હોવું અનિવાર્ય છે; અને એ જ્ઞાનની સાથોસાથ બીજી પણ ઘણી બધી ક્ષમતાઓ હોવી અનિવાર્ય છે, જે આગળ બતાવીશું. એ વિના સિદ્ધાંતના જ્ઞાતાથી પણ દેશના આપી
ન શકાય.
જ્યાં સુધી આવી યોગ્યતા-અધિકાર ન પ્રગટે ત્યાં સુધી મૌન રહેવાનું છે. ‘શાસન મારું છે એટલે મારે શાસન માટે કાંઈક કરવું જોઈએ’ – એમ માની કોઈ કાંઈ ક૨વા માંડે તો જ્ઞાની કહે છે થોભી જા ! તારું એ કામ નથી. જે કાર્ય કરવું છે, તેનાં સઘળાં પાસાંઓનું જ્ઞાન જોઈએ અને એ માટે જરૂરી બીજી પણ ઘણા પ્રકારની યોગ્યતા જોઈએ. એ ન હોય તેણે તો મૂંગા જ રહેવાનું છે. જો એમ ન હોય તો શ્રોતાઓ જે એક વિશ્વાસ લઈને અહીં આવે છે કે ‘અહીંથી જે મળશે તે હિતકર સત્ય જ મળશે અને અહીં હિતકર સત્ય મળશે જ’ – તે બંને વિશ્વાસમાં ગોટાળા વળી જાય.
સભામાં ગમે તે વ્યક્તિ બેઠી હોય, તેને હિતકર સત્ય જ પીરસવાનું છે, અહિતકર સત્ય ન જ પીરસાય. એને જો અજાણતાંય અસત્ય પીરસાઈ જાય કે
भगवान की पूजा સંસાર-મુલ की कामना से नहीं करनी चाहिए, क्योंकि संसार सुख की कामना से की जाती दिखावटी भक्ति से तो प्रभु की आशातना ही होती है । - पार्श्वनाथ चरित्र
Jain Education International
પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય
For Private & Personal Use Only
૪૭
www.jainelibrary.org