________________
શ્રાવિકાક્ષેત્રમાં ધન વાવવું
૧- શ્રાવક ક્ષેત્રની જેમ જ ભેદભાવ કર્યા વિના ધન વાવવું
કેવળ સાતક્ષેત્રોમાં જ ધન વાવવાવાળો મહાશ્રાવક કહેવાય, એવું નથી. પરંતુ અત્યંત દીન એટલે નિર્ધન, અંધ, પંગુ, રોગી વગેરે ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક નહિ પરંતુ કેવળ દયાભાવથી ધન વાવવાવાળો મહાશ્રાવક કહેવાય છે. સાતક્ષેત્રોમાં તો ભક્તિપૂર્વક જ યથોચિત દાન આપવું જોઈએ. અત્યંત હીન જીવોને પાત્ર-અપાત્ર અને કલ્પનીય-અકલ્પનીયનો ભેદ વિચાર્યા વિના જ કેવળ કરુણાથી સ્વધન-સ્વદ્રવ્યને વાવવું ન્યાયપૂર્ણ છે.
નિરતિચાર સર્વ વ્રતોને ધરનારો, સાતક્ષેત્રોમાં ધન વાવવાથી શ્રેષ્ઠ દર્શનપ્રભાવકતાને ધારણ કરતો, દીન-દુ:ખીઓ તરફ ખૂબ દયાળુ એવો શ્રાવક મહાશ્રાવક શબ્દથી વર્ણવાય છે.
જે, પોતાની પાસેના, બાહ્ય અને નાશવંત ધનને ક્ષેત્રોમાં વાવતો નથી, તે બિચારો દુશ્ચર એવા ચારિત્રનું પાલન કેમ કરી શકે?
સર્વવિરતિ (દીક્ષા)ની પ્રાપ્તિ સ્વરૂપ કળશારોપણવાળો જ “શ્રાવક ધર્મપ્રાસાદ' હોય છે.
- યોગશાસ્ત્ર-ત્રીજો પ્રકાશ
પરિશિષ્ટ-૧ઃ યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના... ૨૦૧ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org