Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 246
________________ મજાનું ધામ થાય તો આવનાર પુણ્યાત્માને જગતના વિશિષ્ટ દેવતત્ત્વની ઓળખ થાય, બોધિબીજ પડે અને સમ્યગ્દર્શન આદિ ગુણો પામી તેઓ આત્મવિકાસ કરી શકે. આગળ વધી શ્રાવક-શ્રાવિકા વર્ગની આરાધના માટે સુંદર ઉપાશ્રયો પણ બનાવવામાં આવે તો અત્રે જુદી જુદી મોક્ષસાધક આરાધનાઓનો માહોલ ઊભો થાય. એમાંથી જ અમારા પુણ્યોદયે ભવ્યાતિભવ્ય શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથ જિનાલય અને બંને ઉપાશ્રય ઉપ૨ાંત વિશાળ ભોજનશાળા, ધર્મશાળા વગેરે સર્વ સુવિધાયુક્ત તીર્થસંકુલ ખૂબ જ ટુંકા ગાળામાં બનવા પામ્યું છે; બીજાં અનેક કાર્યો આકાર પામી રહ્યાં છે. અમારું સૌભાગ્ય એ છે કે, દેવ-ગુરુની નિરંતર કૃપા આ સંકુલ પર અને અમારા પરિવાર પર વરસી રહી છે, જેથી દિન દિન વધુ ને વધુ પ્રગતિ સધાઈ રહી છે. જૈનશાસનના સાતે ક્ષેત્રોની સુંદરતમ ભક્તિ ઉપરાંત જીવદયા અને અનુકંપાનાં રાહત કાર્યો અત્રે વિશાળ પાયા પર કરવાની અમારી ભાવના આજે ખૂબ જ સારી રીતે સફળ થઈ છે અને દેવ-ગુરુની કૃપાથી જ એમાં ઉત્તરોત્તર વિકાસ થતો રહેશે, એવો પ્રબળ વિશ્વાસ છે. અમારા કાર્યમાં ક્યાંય કોઈ ત્રુટિ જણાય તો પૂજ્ય ગુરુદેવો તેમ જ અમારા સાધર્મિક ભાઈ-બહેનોને નમ્ર વિનંતિ છે કે, તેઓ અમને ત્રુટિ જણાવે તો જરૂર અમે તેને દૂર કરવાના શક્ય પ્રયત્નો કરીશું. પરમાત્મા શ્રી મહાવીરદેવની પ્રથમ અને અંતિમ દેશનાની ભૂમિ તેમ જ નિર્વાણની પવિત્ર ધરા શ્રી પાવાપુરીજીનું નામ સાંકળી આ તીર્થધામ અમે એટલા માટે બનાવ્યું છે કે, એ પરમકરુણાનિધિ પરમાત્માએ જ આપણને સાતે ક્ષેત્રની ભક્તિ તેમ જ અનુકંપા-જીવદયા આદિ ક્ષેત્રો સમજાવી, એમાં પોતાની પુણ્યોપાર્જિત શક્તિનો સર્વ્યય કરવાનો માર્ગ બતાવ્યો છે. અમારા તીર્થધામમાં ગત વર્ષે આશરે ૩ લાખ જેટલા પુણ્યાત્માઓ પધારીને પરમાત્મભક્તિમાં ઓતપ્રોત બન્યા હતા. દર વર્ષે એ આંક વધી રહ્યો છે એ અમારો પુણ્યોદય છે. અમો તેમની સુંદ૨માં સુંદર ભક્તિ કરી શકીએ એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ. અંતે અમને પ્રાપ્ત સંપત્તિ અને સાધનોનો આત્મકલ્યાણ કરનાર આવા ઉત્તમ કાર્યમાં સદુપયોગ થાઓ એ જ ભાવના વ્યક્ત કરી પૂર્ણ કરું છું. ૨૨૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260