Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________
‘સરકારની કલમો ખૂબ કડક છે. અમુક રકમ અમુક મર્યાદામાં વાપરી જ દેવી જોઈએ' – વગેરે બાબતો અંગે ખૂબ આક્રોશ હતો.
અહીં કેટલાક ટ્રસ્ટી ભાઈઓ મળ્યા, તે પણ એવી જ વાત કરતા હતા. મને પ્રશ્નો પણ પૂછતા હતા. મને પણ થયું કે, આ બાબતમાં કાંઈક વિચારવું જોઈએ. પરંતુ અહીં મહારાજ સાહેબના પ્રવચનમાં શાસ્ત્રીય વાત સાંભળી ત્યારે થયું કે, ધર્મશાસ્ત્રોની વાતને અનુસરનારને આ કાયદો નડી શકતો નથી.
મહારાજ સાહેબ તો નિધિ સિવાયની ૨કમ રાખી મૂકવાની જ ના પાડે છે. જ્યાં જરૂર હોય ત્યાં તત્કાળ વાપરી દેવી જોઈએ. પછી રાખવાની અને વ્યવસ્થા કરવાની વાત જ રહેતી નથી. કાયદો તો ઘણી છૂટ આપે છે.
મારે એટલી જ સલાહ આપવાની છે કે, ટ્રસ્ટના વહીવટમાં ધર્મશાસ્ત્ર શું કહે છે, તે જ્ઞાની ગુરુ પાસે સમજી લેવું જોઈએ અને તે તે વિષયના કાયદાનો પણ ધર્મશાસ્ત્રોની મર્યાદામાં રહીને બરાબર અમલ કરવો જોઈએ. નહિતર ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓ પણ આપત્તિમાં મૂકાશે. ટ્રસ્ટના કોઈ પણ કાર્યમાં અનિયમિતતા ન રાખવી જોઈએ. દરેક એકાઉન્ટ સ્ટોક-રજિસ્ટર વગેરે બરાબર રાખવાં જોઈએ.
બાબુકાકાને સુંદર ભાવના જાગી અને આપણે આ રીતે ગુરુમહારાજની નિશ્રામાં મળ્યા. આ શુભ શરૂઆત થઈ છે. આ જ રીતે આગળ વધતા રહી, આત્મકલ્યાણ સાધીએ.
૨૩૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260