________________
જરૂરી છે. રીલીજીયસ અને ચેરીટેબલ ટ્રસ્ટ ભેગું ન બનાવવું, જૂદું જૂદું બનાવવું. ચેરીટેબલમાં 80G જેવા કેટલાક લાભો મળે છે. જે રીલીજીયસમાં મળતા નથી. પરંતુ ધાર્મિક મર્યાદાઓની સુરક્ષા માટે તો રીલીજીયસ ટ્રસ્ટ જ બનાવવું જોઈએ.
ઘણુંખરું જોવામાં આવ્યું છે કે ધાર્મિક-ધર્માદા ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ પોતાના કર્તવ્યોની બાબતમાં ખૂબ ઉદાસિન હોય છે. ટ્રસ્ટોનું કામકાજ મુનિમોના ભરોસે ચાલતું હોય છે. એથી ટ્રસ્ટને તો નુકસાન થાય જ છે, સાથોસાથ ક્યારેક ટ્રસ્ટીઓ પણ મોટા જોખમમાં આવી પડતા હોય છે. એથી એમને આ બાબતે લક્ષ આપવું અને અભ્યાસ કરવું જરૂરી છે.
એક વાત, કૉપર્સની બાબતમાં ખાસ લક્ષ આપવું જોઈએ. ભંડાર ઉપર પણ ‘કૉપર્સમાં લઈ જવા અંગે’ સ્પષ્ટ સૂચના લખવી જોઈએ. પહોંચ પર પણ ‘આ દાન કૉપર્સ માટે આપવામાં આવેલ છે' - એવું લખાણ જોઈએ. એના ઉપર દાતાની સહી ખાસ લેવી જોઈએ. એના ઘણા લાભો છે.
ટ્રસ્ટના ફંડોનો સુયોગ્ય વપરાશ-રોકાણ કરવું જોઈએ. આજે કો-ઑપ. બેન્કોમાં રાખવું જોખમી બની ગયું છે. ઘણી બેન્કો ઊઠી ગઈ છે. માટે મહારાજ સાહેબે કહ્યું તેમ, ‘ધનને બધા જોઈ શકે, પરંતુ કોઈ લઈ ન શકે એવા સ્થાને વાપરી નાંખવું જોઈએ.’
હું બાબુભાઈ તેમજ પ્રકાશભાઈને ધન્યવાદ આપું છું, આવું આયોજન કરવા માટે ! ભાવિમાં પણ દર વર્ષે એકાદ વાર તો આવું આયોજન કરી એક-બીજા પાસે સાચું માર્ગદર્શન લેવું-આપવું જોઈએ.
પૂજ્ય મહારાજ સાહેબે આપણને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે, તે ખૂબ જ સચોટ અને શાસ્ત્રશુદ્ધ માર્ગદર્શન છે. એઓશ્રીએ કેવળ ટ્રસ્ટીઓના ગુણોનું જ વર્ણન નથી કર્યું, પરંતુ સાથોસાથ સાતે ક્ષેત્રો, જીવદયા-અનુકંપા ક્ષેત્રનું પણ સુંદર માર્ગદર્શન આપ્યું છે. ખરું કહું તો આ ત્રણ દિવસો મેં Enjoy કર્યા છે.
જૈન ટ્રસ્ટો તેમજ ટ્રસ્ટીઓને પોતાના ટ્રસ્ટોના સંચાલનમાં કોઈ પણ કાયદાકીય અથવા વ્યવસ્થાપકીય તકલીફો આવે ત્યારે જો તેઓ અમારો સંપર્ક કરશે તો અમો જરૂર તેમની સમસ્યાઓના સમાધાન મેળવી આપવામાં સહાયક બનીશું. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહ્યું હોય તો ‘મિચ્છા મિ દુક્કડં.'
૨૩૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org