Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 253
________________ અનુચિત સમય મર્યાદામાં, કાયદામાં નિર્દિષ્ટ ન કરાયેલી અસ્કયામતો (Assets) નો નિકાલ કરી તેનું નિર્દિષ્ટ અસ્કયામતો તરીકે રોકાણ કરવું. - જો અત્યાર સુધી આયકર ખાતા પાસેથી આયકર માટેનો કાયમી એકાઉન્ટ નંબર (Permanent Account No.) મેળવ્યો ન હોય તો તુરંત મેળવી લેવો. જો ટ્રસ્ટ Sec.-194, 195 અંતર્ગત મૂળમાંથી કપાત માટે લાયક હોય તો Sec.-203 A મુજબ ટેક્ષ કપાત ખાતુ (Tax-deduction Account) મેળવી લેવું. - કોઈ પણ મિલકતના વેચાણથી પ્રાપ્ત થયેલ ચોખ્ખી આવકમાંથી ઓછામાં ઓછી તેટલી જ કિંમતની મિલકત હાંસલ કરવી. જેથી કરીને મૂડીમાં જે પણ કાંઈ વધારો થયો હોય તેને ટ્રસ્ટના મૂળ ઉદ્દેશના વપરાશ તરીકે ગણી શકાય. Sec.-11(2) માં મેળવેલ આવકનો જો Sec.-11(2) માં સૂચિત કરેલ ઉદ્દેશથી ટ્રસ્ટના નિયંત્રણની બહારના કારણોસર વપરાશ ન થઈ શકે તો ઉદ્દેશને બદલીને નવા ચોક્કસ ઉદ્દેશો બનાવવાની રજા આપવા માટે આકારણી ઓફિસરને વિનંતી કરવી. નિર્દિષ્ટ ન હોય તે સ્વરૂપે અને તે રીતે રોકાણ ચાલુ ન રાખવું અને નહીં સૂચિત કરાયેલ શેરોની માલિકી પણ (અનુચિત સમય મર્યાદાથી અધિક) ન રાખવી. Jain Education International આયકર ભરેલ ચલણ સહિત આયકર ખાતાને રજૂ કરાતાં દરેક દસ્તાવેજો, પત્રો ઉપર કાયમી એકાઉન્ટ નંબર લખવાનું ભૂલવું નહીં. મૂળમાંથી કર કપાત સંબંધી દરેક દસ્તાવેજો અને |ચલણો ઉપર TAN નો ઉલ્લેખ કરવાનું ચૂકવું નહીં. પરિશિષ્ટ-૯ : ટ્રુસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા બાબત કેટલાક મુદ્દાઓ ૨૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260