Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 240
________________ માટે કાંઈ ને કાંઈ નક્કર કાર્ય થાય એનું લક્ષ્ય રાખવું. આ બંને કાર્યો ધર્મપ્રભાવનાનાં અંગ છે. ૩૭ - પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વનો અર્થસહિત અભ્યાસ કરી લેવો એ ટ્રસ્ટી માટે ધર્મક્ષેત્રને સમજવા અને સ્વ-પર હિત માટે ઉપયોગ કરવા ખૂબ જરૂરી બાબત છે. સાથોસાથ “શ્રાદ્ધવિધિ” પણ જરૂર વાંચી લેવી. ૩૮ - સાધુ સંસ્થામાં પ્રવેશ પામેલ શિથિલાચારને ટ્રસ્ટી પ્રોત્સાહન ન આપે. ઉચિત ઉપાયો કરી વિવેકપૂર્વક શિથિલાચાર રોકવાનો પ્રયત્ન કરે. સાધુ-સાધ્વીજીની નિંદા પોતે ન કરે - બીજો કરે તો ન સાંભળે. ૩૯ - ટ્રસ્ટી એટલે સંઘનો સેવક. “મારું અહોભાગ્ય છે કે, મને સંઘની સેવાનું સૌભાગ્ય સાંપડ્યું તેમ દરેક ટ્રસ્ટી માને. ૪૦ - જિનાજ્ઞા અનુસાર વહીવટ કરવાથી યાવતું તીર્થકર નામકર્મનો બંધ થાય છે અને જિનાજ્ઞાથી વિપરીત વહીવટ કરવાથી અનંત સંસાર પરિભ્રમણ પણ થાય છે, માટે લક્ષ આપી, જિનાજ્ઞાને સમજી એનો અમલ કરે. ૪૧ - સાધુ-સાધ્વીજીને જોઈ ટ્રસ્ટીનું મસ્તક ઝૂકી જાય. એમની વૈયાવચ્ચમાં એ રસ લે. એમની સંયમયાત્રા અને શરીર-સ્વાચ્યા સુખરૂપ રહે એ માટે ધ્યાન આપે. ૪૨ - બધા જ ચોપડા-હિસાબ અરીસાની જેમ ચોખ્ખા રાખે. કોઈ પણ આવી જોવા-પૂછવા માગે તો પૂરી ધીરજથી ટ્રસ્ટી એને બતાવે અને હૃદયની જિજ્ઞાસાને તૃપ્ત કરી આપે. કોઈની સાથે તોછડો-સુદ્ર વ્યવહાર તો એ ન જ કરે. ૪૩ - બાળક પાસેથી પણ હિતકારી સૂચન મળે તો તે પ્રેમથી સ્વીકારે. ૪૪ - ટ્રસ્ટીઓની મિટીંગોમાં તે જરૂર હાજર રહે. જિનાજ્ઞાનુસારી કાર્યમાં તે હંમેશા સહયોગ આપે. આજ્ઞા-વિરોધી કાર્યને સમજદારી અને વિવેકથી રોકે. ૨૧૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260