________________
-
૪૫ - સાચું તે જ મારું એમ માને, પણ મારું તે જ સાચું; એમ ન માને. પોતાની વાતનો કદાગ્રહ ન રાખે. માન-કષાય, અહંકાર, ઈગોને આધીન થઈ સંઘનાં કાર્યો ન બગાડે.
૪૬ - ભગવાનના ધામમાં ક્યાંય સિગારેટ, બીડી પીવાનું ન થવા દે. માવો, પાન, પાન-મસાલા, સોપારી વગેરે એ પોતે ન ખાય. બીજાને પણ ન ખવડાવે. આવી ખાણી-પીણી રોકે. પેઢીમાં બેસી ચા-કૉફી અથવા નાસ્તો કરવો એના માટે શોભાસ્પદ નથી જ.
૪૭ - શાસનના કોઈ પણ કાર્ય માટે ટ્રસ્ટી, પોતાની શક્તિ હોય તો સ્વદ્રવ્ય જ વાપરીને લાભ લે, શક્તિ ન હોય ત્યારે જેટલો ખર્ચ થયો હોય તેટલો જ લે. દા.ત. ક્યાંક દેરાસરના કાર્ય માટે ગયા હો ત્યારે ગાડીભાડું સાધા૨ણ ખાતામાંથી લેવું પડે તો લે, પરંતુ ખાવાપીવાનો ખર્ચ તો ન જ લે. સંઘના ખર્ચે ક્યાંક જાવ તો તે સમય દરમ્યાન અંગત ધંધો-વ્યાપાર વગેરે ન કરે.
૪૮ - દેરાસર, ઉપાશ્રય, આયંબિલ ભવન, પાઠશાળા, ભોજનશાળા, ધર્મશાળા સંબંધી નાની-મોટી બાબતોનો અભ્યાસ કરી, એ સ્થાનોની વ્યવસ્થા ધર્મનીતિ મુજબ બરાબર ચાલતી રહે એ માટેનું આયોજન કરે.
૪૯ - ટ્રસ્ટી જો ભારતીય આર્ય વેષભૂષામાં હોય તો શાલીન લાગે. શક્ય હોય તો પાશ્ચાત્ય વેષભૂષાનો ત્યાગ કરવો.
૫૦ – પેઢીમાં ગાદી-તકીયા આદિ પ્રાચીન વ્યવસ્થા રાખવી. ટેબલ-ખુરશી જેવી વિદેશી સુવિધાઓ બરાબર નથી.
૫૧ - સંઘની પેઢીને વર્તમાનપત્રોથી દૂર રાખવી. નહિતર એ સાર્વજનિક વાચનાલય બની જશે.
પર - પેઢીથી અંગત કાર્ય માટે ફોન-ફેક્સ વગેરે ન કરવા. સ્મરણમાં હોવું જોઈએ કે, ધર્મસ્થાનોમાં પ્રવેશ કરતાં પૂર્વે નિસીહિ બોલાય છે. ૫૩ - ધર્મસ્થાનો ઉજ્જ્વળ, ચોખ્ખાં રાખવાં. અવસરે અવસરે ચૂનો, રંગરોગાન આદિ લગાડવાં. નિગોદ (શેવાળ) ત્રસજીવો ન થાય, એ
પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org