Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 242
________________ માટેની કાળજી રાખવી. બધા જ કાર્યમાં જયણાપાલન સર્વોપરિ મહત્ત્વની બાબત છે. ૫૪ - પ્રતિમાજી અને પરિકરને સ્વચ્છ-નિર્મળ રાખવાં. પપ - પૂજા વગેરે માટે કેશર, ચંદન, ઘી, ધૂપ, વરખ વગેરે જે જે સામગ્રી જોઈતી હોય છે, તેનો સુયોગ્ય સંચય કરવો. પક - ધર્મસ્થાનોમાં કામ ચાલતું હોય ત્યારે એ કારીગરો પાસે પોતાના ઘર-ધંધાના કાર્યો ન કરાવવાં. ધર્મકાર્ય અટકી જાય તેમ અંગત કાર્યો ન કરાવવાં. પ૭ - સંઘ સ્વામિવાત્સલ્ય વગેરે માટે શાકભાજી કે અનાજ ખરીદવા ગયા હો ત્યારે પોતાના ઘર-દુકાન માટે ખરીદી ન કરવી. સંઘ માટે હોલસેલ ભાવથી ખરીદી થાય ત્યારે વેચવાવાળો એ જ ભાવમાં ખરીદનારને માલ આપી દે, એમ બની શકે. આવું થાય તો દોષ લાગે છે. ૫૮ - જે જે ધર્મસ્થાન, જે જે ઉદ્દેશથી બનેલાં છે, તેમાં તે તે ઉદ્દેશનું જ પાલન થાય, એ માટે ટ્રસ્ટી લક્ષ આપે. દા.ત. આયંબિલ ભવન વગેરે ધર્મસ્થાનમાં લગ્ન-વેવિશાળ વગેરે સાંસારિક કાર્યો ન થવા દે. ૫૯ - સંઘે જે વિશ્વાસથી ધર્મસ્થાન-ધર્મદ્રવ્ય સંચાલનનું કાર્ય સોંપ્યું છે, તેને પૂરી નિષ્ઠા, લગન અને પુરુષાર્થથી ટ્રસ્ટી સાર્થક કરે. ૬૦- ટ્રસ્ટના લાભાર્થી-તપસ્વી વગેરે માટે જે વિશેષ સગવડો કે સુવિધાઓ હોય તેનો ટ્રસ્ટી પોતે ઉપયોગ ન કરે. લાભાર્થી-તપસ્વીને અપાયેલ સુવિધામાં ખામી તો નથી ને ? એ તપાસવા માટે પોતે તેટલી સુવિધા વાપરે તો બરાબર છે, પરંતુ કારણ વિના ભોગવટો ન કરે. દા.ત. અત્તરવાયણાં, પારણાં, એકાસણાં, આયંબિલની રસોઈ ચાખવી વગેરે. ૬૧ - દેરાસરમાં દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધારના જ ભંડાર મૂકવા. બીજા ખાતાઓના ભંડારો દેરાસરની બહાર સુયોગ્ય-સુરક્ષિત સ્થાનો પર જ મૂકવા. ૨૧૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260