Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 237
________________ ૧૩ - ટ્રસ્ટીશ્રી રોજ દેરાસરે દર્શન કરી પ્રભુજીની સ્વદ્રવ્યથી પૂજા-ભક્તિ કરે. ૧૪ - એ દેરાસરે જાય ત્યારે પહેલાં દેરાસરનું કામકાજ, સાફસફાઈ વગેરે પર લક્ષ્ય આપે. કેટલાં પ્રતિમાજી છે ? કેટલાં સિદ્ધચક્ર છે, કેટલા અલંકારો બરાબર છે ? આ બધું તપાસી સુરક્ષાની વ્યવસ્થા કરે. ૧૫ - ટ્રસ્ટી જિનવાણી-વ્યાખ્યાનમાં આગળની હરોળમાં બેસે. એ ગુરુવંદન, ગુરુપૂજન, જ્ઞાનપૂજન કરીને પછી પ્રવચન સાંભળે. વ્યાખ્યાનમાં કહેવાયેલી વાતોની એ નોંધ કરે અને એના પર શક્ય અમલ પણ. ૧૬ - ટ્રસ્ટી બનતાં જ સૌથી પહેલું કામ ગીતાર્થ ભવભીરુ ગુરુ પાસે ભવઆલોચના લેવી હિતાવહ છે. પોતાની શક્તિ-ભક્તિ વગેરેનો ગુરુદેવને પૂરો ખ્યાલ આપવો જરૂરી છે. જેથી તેઓ એની ભૂમિકા મુજબનું કાર્ય બતાવી શકે. દારૂ, ૧૭ - ટ્રસ્ટીના જીવનમાં સાત વ્યસનો તો ન જ હોવા જોઈએ. ૧ ૨ - માંસાહાર, ૩ જુગાર, ૪ શિકાર, ૫ - પરસ્ત્રીગમન, ૬ - વેશ્યાગમન અને ૭ - ચોરી. - ૧૮ - સ૨કા૨ી કાયદા-કાનૂન વગેરેનું જ્ઞાન હોવું એ ટ્રસ્ટીની વિશેષ લાયકાત છે. ૧૯ - સ૨કા૨ી વિવિધ ટેક્ષો, ઓક્ટ્રોય વગેરેની ચોરી ટ્રસ્ટી પોતે ન કરે. ધર્મસંસ્થાઓને પણ એવા કાર્યમાં પ્રેરણા ન આપે. ૨૦- દરેક ટ્રસ્ટીએ ઓછામાં ઓછું એક વાર જ્ઞાની ગુરુ પાસે બેસીને ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રંથનો અનુવાદ જરૂ૨ વાંચી લેવો જોઈએ. ધાર્મિક અને ધર્માદા દ્રવ્યોની વ્યવસ્થા માટે સંઘમાન્ય-પ્રામાણિક ગ્રંથ હોવાથી એમાં બતાવ્યા મુજબ દ્રવ્યવ્યવસ્થા કરવાનો પ્રબંધ ગોઠવે. ૨૧ - ટ્રસ્ટીએ ટ્રસ્ટડીડનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. એમાં શાસ્ત્રવિરોધી કોઈ બાબતો લખાઈ ગઈ હોય તો ઉચિત ઉપાયોથી એને સુધા૨વી જોઈએ. ડીડમાં ‘દ્રવ્યસપ્તતિકા'નો ઉલ્લેખ ખાસ થાય પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260