________________
તમારે ત્યાંથી નિર્દોષ પાણી મળત ને ? સાધુ-સાધ્વીજીના સંયમની સાચી ચિંતા જો તમને થાય તો આ શક્ય બને.
કોલેજીયન ગર્લ. એટીકેટમાં ઊછરેલી. આમ છતાં લગ્ન થયા પછી દીકરો જન્મે ત્યારે એને કેમ ઊંચકવો, કેમ રમાડવો, કેમ પંપાળવો, કેમ નવડાવવો, કેમ ઝાડો-પેશાબ કરાવવો એ બધું જ એને આવડી જાય ? ક્યાં શીખવા ગઈ હતી એ ? અંદર માતૃત્વભાવ પેદા થાય કે બધો જ વ્યવહાર આવડી જાય, અને એ માટે એ પોતાની બધી જ એટીકેટ છોડીને જ્યારે જે કરવું પડે તે બધું જ કરે. તેમ અહીં સાધુ-સાધ્વીજી પ્રત્યે ભક્તિભાવ, પૂજ્યભાવ પેદા થાય તો એમની પૂજાના પ્રકારો બધા જ આવડી જાય. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે જે દિ' સમર્પણભાવ જાગશે તે દિવસે પોતાની મેળે ભાવ જાગશે.
કેટલાક અમને આવીને કહે, ‘મહારાજ સાહેબ, અમારા ગામમાં કોઈને સાધુની પડી જ નથી. આ તો સારું છે કે, અમારું ઘર એમને સાચવે છે. મહારાજ સાહેબ, સાચું કહું કે ઘ૨માં બધાં રાત્રે ખાય છે, છતાં મેં કહી રાખ્યું છે કે સાંજે પાંચ વાગે બધી રસોઈ તૈયાર થઈ જવી જોઈએ. બિચારા મહારાજ ક્યાં જાય ? આપણે જ બધો લાભ લઈએ છીએ સાહેબ !’ આ ભક્તિ છે કે ફજેતી ? તમે બધા રાત્રિભોજનના ત્યાગી હો અને સાંજે સમયસર જમતા હો તો આ પ્રશ્ન ન આવત. સાધુ-સાધ્વીજીને સંયમદેહ ટકાવવા જોઈતું દ્રવ્ય નિર્દોષ મળી જાત. તમે સવારે ઊઠીને સીધા ચા-પાણી કરીને રવાના થઈ જાઓ તો સાધુ-સાધ્વીને નવકા૨શી નિર્દોષ ક્યાંથી મળે ? તમે પોતે નવકારશી કરતા હો તો એ ટાઈમે સાધુ-સાધ્વીને પણ નિર્દોષ મળી શકે ને ?
સાધુ-સાધ્વીઓને વસ્ત્ર-પાત્ર વગેરે પણ તમારી પાસેથી જ વહોરવાનો વિધિ છે. ગૃહસ્થ જે વાપરતા હોય કે વાપરી લીધાં હોય તેવાં વસ્ત્રો વહોરી, સાધુસાધ્વી પોતાનો નિર્વાહ કરતાં હતાં. પણ આજે જો તમારી પાસે સાધુ-સાધ્વી વહો૨વા આવે તો તમારે ત્યાં શું મળે ? પેન્ટ કે સૂટનું કાપડ જ ને ? આજે તો
परद्रव्य का हरण कर जो उससे जिनेश्वर की पूजा करता है, वह मानो चंदन के वृक्ष को जलाकर कोयला कर बेचने का धंधा करता है ।
द्रव्यसप्ततिका टीका
Jain Education International
-
પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય
For Private & Personal Use Only
૯૯
www.jainelibrary.org