________________
જેમાંથી તેઓ સમર્થ આચાર્ય થયા. આજ્ઞાપાલન અને મર્યાદાપાલનનું શું પરિણામ આવે તે વિચારો.
ઘણા વહીવટદારો અમને આવીને કહે “સાહેબ થોડા ઉદાર બનો. મતલબ કે થોડા ઢીલા બનો!થોડા અમારા ભેગા ભળો તો ઘણો લાભ થશે!મારે તમને પૂછવું છે કે, અમે તમારામાં ભળીએ તો લાભ થાય કે તમે અમારામાં ભળો તો લાભ થાય ? અમારે તમારું માનવાનું કે, તમારે અમારું માનવાનું? કોણ કોનું માને તો લાભ ? સભા અમારું ય થોડું માન તો રાખવું જોઈએ ને ?
સાધુ માન કોનું રાખે ? તમારું કે જેની ખાતર સંસાર છોડ્યો, દીક્ષા લીધી તે પંચપરમેષ્ઠિનું ? તમારું માન પણ જાળવીએ, જો તમે પંચપરમેષ્ઠિની વાત લઈ આવો તો ! બાકી પંચપરમેષ્ઠિની કોઈ વાત હોય નહિ અને પોતાનો જ કક્કો ખરો કરાવવા માગો તો એ શી રીતે બને ? આ રીતે તમારું માન જાળવવા જઈએ તો આ પાટે બેસવાનો અધિકાર પણ અમે ગુમાવી બેસીએ છીએ. વાત નીકળી જ છે તો કહી દઉં -
વિ. સં. “૧૯૮૫-૮૬ એટલે ઈસવીસન-૧૯૨૯-૩૦ની આ વાત છે. મારા પરમતારક ગુરુદેવ એમનાય ગુરુદેવ અને દાદાગુરુદેવ સાથે મુંબઈ ચાતુર્માસ બિરાજમાન હતા. સુધારાવાદ એ સમયે ફૂલ્યોફાલ્યો હતો. “બાળદીક્ષાઓ બંધ થવી જોઈએ.” “સાધુઓ સમાજનું ખાય છે, એમણે સમાજની પણ ચિંતા કરવી જોઈએ.” “જે સાધુઓ સમાજનું ખાઈ સમાજનું કાંઈ ન કરે, તે સમાજ માટે ભારરૂપ છે.” સાધુઓએ રેંટિયો કાંતવો જોઈએ, સાધ્વીએ હોસ્પીટલમાં નર્સનું કામ કરવું જોઈએ, દેવદ્રવ્ય સાધર્મિકોને આપવું જોઈએ, જ્ઞાનદ્રવ્યને સ્કૂલો, કોલેજો આદિ વ્યાવહારિક કેળવણીમાં વાપરવું જોઈએ.'
“મંદિર અને મૂર્તિઓની જરૂર નથી”, “શાસ્ત્રો એ તો જરીપુરાણાં પોથાં છે, આ કાળમાં એનો કોઈ ઉપયોગ નથી.” “ટીલાં-ટપકાં કરવાનાં બંધ કરો, એથી
जिनेश्वरों की आज्ञा का आराधन शाश्वत (मोक्ष) सुख का साधन है अतः जिनवचन से विशुद्ध बने बुद्धिमानों को जिनाज्ञा में प्रयत्न करना चाहिए। - भक्तपञ्चक्खाण
ઉપર
ન મ મ
મ મ
મ ા
પણ
આ કિસ
છે. તે
એ છે કે
પ્રવચન-૩: જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્વ ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org