________________
જ્યારે દ્રવ્યસપ્તતિકામાં આ ગુણોને ધર્મદ્રવ્યની વૃદ્ધિ-વહીવટ કરનાર માટે પણ વર્ણવ્યા છે અને એનો ખુલાસો કરતાં તેઓશ્રીએ લખ્યું છે કે –
"वृद्धिद्वारनिरूपणाऽर्थम् चैत्यकारणाऽधिकारिगुणोपलक्षणेन पञ्चाशकगाथाभ्याम् आदौ सामान्यतः तदऽधिकारिणं निरूपयति ।"
“વૃદ્ધિ કરવાના વારની સમજ આપતાં પહેલાં, દેરાસર કરાવવાને કશ્રી જિનપ્રતિમાજી ભરાવવાને યોગ્ય અધિકારીના ગુણો શ્રીપંચાશકમાં નીચેનીબે ગાથાઓથી જણાવ્યા છે. તેને ઉપલક્ષણ (બીજી પણ એવી બાબતોમાં એગુણોને યોગ્ય અધિકારીની સૂચના) રૂપસમજીને, સામાન્યથી પહેલાં વૃદ્ધિ-વહીવટ
કરનાર અધિકારીનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરવામાં આવે છે.” સભા : ધર્મક્ષેત્રના સંચાલનમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખવો જોઈએ કે
નહિ ? સામાન્ય સંયોગોમાં તો સાધનશુદ્ધિનો આગ્રહ રહેવો જ જોઈએ. વિશેષ કારણ વિના અશુદ્ધ સાધનોનો ઉપયોગ ધર્મક્ષેત્રને દૂષિત બનાવે છે. આમ છતાં પ્રસંગ વિશેષમાં સીધી રીતે જ્યારે માર્ગની, શાસનની કે સંઘની રક્ષા શક્ય ન જણાય તો તેની રક્ષા માટે અશુદ્ધ સાધનોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી બને છે.
એટલા જ માટે સંઘ કે શાસન સંચાલનની જવાબદારી જેના માથે હોય તેવા પુણ્યાત્માને તો ક્યારેક નબળા માણસોને પણ હાથમાં રાખવા પડે. “લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે” એમ કહેવત છે એવા લોકોને ધર્મ ઉપર ઉપદ્રવ કરતાં અટકાવવા ક્યારેક હલકા માણસોનો સહયોગ પણ ઉપયોગી થઈ પડતો હોય છે.
શત્રુંજય ગિરિરાજ પર કોઈ અંગ્રેજ મોટો અમલદાર આવવાની વાત હતી. પાલિતાણાના ઠાકોર અને સાથે લઈને શત્રુંજયના મંદિરો બતાવવા જવાના હતા. એ લોકો બૂટ પહેરી, સીગારેટ ફૂંકતા ત્યાં જાય એવી વાત હતી. એમને સમજાવવાના મહાજને પૂરા પ્રયત્ન કર્યા. ગિરિરાજ અમારો પવિત્ર પહાડ છે,
सज्झाय-झाण-तव-ओसहेसु उवएस-थुइ-पयाणेसु । संतगुणकित्तणेसु य, न हुंति पुणरुत्तदोसा उ ।।
૧૩૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org