________________
અનુકંપા કે જીવદયાના કાર્યમાં વાપરી ન શકાય; કેમ કે સાતે સાતક્ષેત્ર ભક્તિપાત્ર છે, જ્યારે અનુકંપા-જીવદયા કરુણાપાત્ર છે. એ જ રીતે અનુકંપા કે જીવદયાક્ષેત્રનો પણ એકેય પૈસો સાતક્ષેત્રના કામમાં વાપરી ન શકાય.
સાધારણ ખાતાનો પૈસો પણ અનુકંપા-જીવદયામાં ન વાપરી શકાય. તેમ ગ્રામવિકાસનાં કામો, તળાવો બનાવવાં, વૃક્ષો વાવવાં, રોડ બનાવવા, ગટર વ્યવસ્થાઓ કરવી; જેવાં કાર્યોમાં : સાધારણ ખાતાનો પૈસો ક્યારેય વાપરી શકાય નહિ.
શુભક્ષેત્ર - શુભખાતુ કે સર્વસાધારણ માટે જે રકમ એકઠી થયેલી હોય તેમાંથી સાતક્ષેત્ર ઉપરાંત અનુકંપા-જીવદયા આદિ તમામ કાર્ય થઈ શકે છે.
રાજસ્થાનમાં સંઘોની જે નવકારશીના ચડાવાની આવક થાય છે, તે સાતક્ષેત્ર કે તેની સાથે સંકળાયેલાં તેનાં પેટાક્ષેત્રોમાં વાપરી શકાય. તે જ રીતે કે અધિષ્ઠાયક દેવદેવીના ભંડાર આદિની ઊપજનો પૈસો સાધારણ ખાતાનો છે, પણ એ સાતક્ષેત્રમાંનું સાધારણ છે, એ સર્વસાધારણ નથી; માટે એમાંથી અનુકંપા-જીવદયાદિનાં કોઈ કાર્ય થઈ શકે નહિ. તે ઉપાશ્રયનિર્માણમાં વાપરી શકાય, જેમાં માત્ર સમ્યગ્દર્શનાદિ ધર્મનાં જ અનુષ્ઠાન થાય તેવા કાર્યમાં વાપરી શકાય, આમ છતાં શ્રાવક-શ્રાવિકાના જમણવાર કે પ્રભાવના આપવા કરવામાં એનો ઉપયોગ કરી શકાય નહિ. એક મુનિરાજ ઝાંપા ચુંદડી કે ફૂલે ચૂંદડીનો ચડાવો થાય એની આવક તો
શુભખાતે – સર્વસાધારણમાં જાય ને ? અમારા મહારાજે તમારા માટે રસ્તો કાઢ્યો. છે ને બુદ્ધિ ? એ રકમ સાતક્ષેત્ર ઉપરાંત અનુકંપા-જીવદયા-માનવરાહત-અકાલરાહત-ભૂકંપ રાહત આદિ કોઈ પણ માનવીય કે પશુ સંબંધી કાર્યમાં પણ વાપરી શકાય. સભા વસ્તુપાલ મંત્રી આદિએ કૂવા, તળાવ-મજીદનાં નિર્માણ કર્યા હતાં ને?
पवरेहिं साहणेहिं पायं भावो वि जायए पवरो । न य अन्नो उवओगो एएसिं सयाण लट्ठयरो ।।
૧૮૪ જેતસંઘતા મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org