________________
જિનભવન (ક્ષેત્રોમાં ધન વાવવું
(જેની પાસે પૂરતું ધન હોય તેણે....) ૧- વિધિપૂર્વક જિનભવનનું નિર્માણ કરવું ૨ -ભરત ચક્રવર્તીની જેમ મોટા મોટા પર્વત શિખરો પર નિર્માણ કરવું ૩ -પ્રભુના જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ સ્થાનો પર નિર્માણ કરવું ૪- સંપ્રતિ રાજાની જેમ દરેક નગર, દરેક ગામ અને દરેક સ્થાને જિનમંદિર બનાવવા
જેની પાસે સ્વલ્પ ધન હોય તેણે.... ૫- ઘાસનું ઝૂંપડું બનાવીને તેમાં ય જિનમંદિર બનાવવું - બનાવવાવાળો જો રાજા વગેરે સમર્થ છે તો મોટો ભંડાર, ગામ, નગર, પ્રદેશ,
ગોકુળ વગેરે આપવું, એ જિનભવન ક્ષેત્રમાં વાવવું છે. ૭- જીર્ણ-શીર્ણ ચૈત્યોને સમારવું. ૮- નષ્ટ થયેલા અને સ્થાનભ્રષ્ટ થયેલા જિનમંદિરોનો પુનરુદ્ધાર કરવો. ૯- વાવડી, કૂવો, તળાવ વગેરે ખોદાવવાની જેમ જિનમંદિર નિર્માણ કરાવવું
વગેરે અશુભકારી નથી. પરંતુ સંઘનું આગમન, ધર્મદેશનાનું આયોજન, વ્રતસ્વીકાર વગેરે ધર્માનુષ્ઠાન થવાથી શુભકારી જ છે.
| જિનાગમ ક્ષેત્રમાં ધન વાવવું - જે જિનાગમનું બહુમાન કરે છે, તેનાથી દેવ-ગુરુ-ધર્મ વગેરેનું પણ બહુમાન થઈ
જાય છે. - કેવળજ્ઞાનથી પણ જિનાગમ જ પ્રમાણરૂપે પ્રબળ છે. - એક પણ જિનાગમ વચન ભવ્ય જીવોના ભવનો નાશ કરવાવાળું બને છે. ૧- જિનવચનનો બહુમાન કરનાર, તે જ્ઞાનને પુસ્તકોમાં લખે. ૨- એની વસ્ત્ર વગેરેથી પૂજા કરે. ૩- જિનાગમ ભણાવનારનું ભક્તિપૂર્વક બહુમાન કરે.
પરિશિષ્ટ-૧: યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org