________________
૪- લખેલા પુસ્તકોનું સંવિગ્ન ગીતાર્થ સાધુઓને બહુમાનપૂર્વક દાન કરે. ૫- વ્યાખ્યાનમાં વંચાતા પુસ્તકોનું પૂજન કરીને રોજ સાંભળે.
સાધુ ક્ષેત્રમાં દાન વાવવું
૧-સંયમ સાધનામાં ઉપકારી બનતા નિર્જીવ (પ્રાસુક) અને કલ્પનીય (એષણીય) અશન વગેરે આહારનું દાન કરે.
૨- રોગોનું નિવા૨ણ કરતા ઔષધોનું દાન કરે.
૩- ઠંડી વગેરેનું નિવારણ કરતા વસ્ત્ર વગેરેનું દાન કરે.
૪- પ્રતિલેખન ક૨વા માટે રજોહરણ (ઓઘો-દંડાસણ) વગેરેનું દાન કરે. ૫-ભોજન વગેરે માટે પાત્રનું દાન કરે.
૬-ઔપગ્રહિક ઉપધિરૂપે કામ લાગતા દાંડો વગેરે ઉપકરણોનું દાન કરે.
૭ - નિવાસ (૨હેવા) માટે ઉપાશ્રય આપે.
૮ - પોતાની સમસ્ત સંપત્તિનું દાન કરે.
૯-સાધુ ધર્મનો સ્વીકાર કરવા ઈચ્છતા સ્વપુત્ર-પુત્રી વગેરેનું પણ સમર્પણ કરે.
૧૦ - મુનિરાજો વિઘ્ન વિના પોતાની આરાધના કરી શકે તેવા બધા કાર્ય કરે.
૧૧ - જૈનશાસનના શત્રુઓ અને સાધુધર્મની નિંદા કરવામાં તત્પર લોકોનું યથાશક્તિ નિવારણ કરે.
સાધ્વીક્ષેત્રમાં ધન વાવવું
૧- સાધુની જેમ જ સાધ્વી ક્ષેત્રમાં યથોચિત આહારાદિ દાન આપવું.
૨- દુરાચારી અને નાસ્તિકોથી એમને દૂર રાખવા.
પોતાના ઘરની નિકટ, ચારે બાજુથી ગુપ્ત અને સુરક્ષિત દ્વારોવાળી વસતી (ઉપાશ્રય) તેમને આપવી.
૪- પોતાની પત્ની વગેરે દ્વા૨ા તેમની સેવા-શુશ્રુષા કરાવવી.
૫- પોતાની પુત્રીઓને તેમની પાસે રાખવી.
૩
-
પરિશિષ્ટ-૧ : યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના... ૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org