________________
આંખની શરમ તમને નડે. એ શરમના માર્યા તમે પાપથી ઊગરી જાવ.
રાતના વ્યાખ્યાનમાં ગઈ કાલે આત્મિક ઉત્થાનની ઘણી વાતો કરી હતી. આજના રાત્રિ વ્યાખ્યાનમાં પણ એ અંગે આગળ વાતો કરીશું અને આવતી કાલે સવારે સાતક્ષેત્રને લગતી સીધી વાતો કરવાની ભાવના છે. જેથી આપણા સંમિલનનો હેતુ સચવાય. એમાં રિલીજીયસ અને ચેરિટેબલ ટ્રસ્ટો અંગે પણ કેટલુંક માર્ગદર્શન આપવાનું છે.
આજે બહુમાન થઈ ગયું. હવે આપણે જઈ શકીએ - એમ માની તમારામાંથી કેટલાકે જવાનો વિચાર કર્યો હશે. તમે રોકાઓ એમ હું નથી કહેતો પણ વિધિ તો એમ છે કે ધર્મગુરુઓ આવે એ પહેલાં તમારે આવવું જોઈએ અને ધર્મગુરુઓ જાય પછી જ તમારાથી જવાય. આમ છતાં વ્યાખ્યાનશ્રવણની ક્રિયામાં પણ જેમ કેટલાકે એવો વ્યવહાર રાખ્યો છે કે, ગુરુમહારાજ આવ્યા બાદ આવવું અને ગુરુમહારાજ વ્યાખ્યાન પૂરું કરે અને જાય એ પહેલાં ઊભા થઈ રવાના થવું. તે જ પદ્ધતિ કેટલાકોએ આવા કાર્યક્રમોમાં પણ રાખી છે, જે ઉચિત નથી. અમારી વ્યક્તિ તરીકે કોઈ કિંમત નથી, પણ આ સુધર્માસ્વામીની વ્યાખ્યાનપીઠ અને આચાર્યપદ : એમ બંને સ્થાનની મર્યાદા protocol પ્રોટોકોલ તમારે બરાબર જાળવવી જ જોઈએ.
શ્રી કે. પી. સંઘવી પરિવારે બહુ શુભ ભાવનાથી તમારા બહુમાન કાજે અને વ્યાખ્યાન-વાચનાશ્રેણી દ્વારા તમને તમારા ધર્મક્ષેત્રના સંચાલનનું થોડુંઘણુંય શાસ્ત્રીય જ્ઞાન મળે એ માટેનું આ આયોજન ગોઠવ્યું અને એનો અનુભવ તમે કર્યો. ઘણા સંઘોએ અને સંઘના મોવડીઓએ અમને આવીને કહ્યું કે, “આવાં આયોજનો તમે ગોઠવો' – પણ આયોજનો ગોઠવવાં એ અમારું સાધુનું કામ નથી. આવા પુણ્યાત્મા શ્રાવકો એ ગોઠવે તો અમે અમારાં શક્તિ-સંયોગ મુજબ તમને શાસ્ત્રાનુસારી જ્ઞાન-માર્ગદર્શન આપવાનો પૂરો પ્રયત્ન કરીશું, અમારી બધી જ શક્તિ વાપરીને તમને જ્ઞાનદાન કરવાનો પુરુષાર્થ કરીશું; પણ એક
पाउणइ णेव तित्तिं सद्धालु नाणचरणकजेसु । वेयावशतवाइसु अपुव्वगहणे य उज्जमइ ।।
यतिलक्षणसमुद्यय टीका
જ
હવે
તેમાં છે.
માટે
૧૪૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org