________________
આજે જેવી દશા શ્રીમંતોની થઈ છે, તેવી દશા ઘણા લોકોએ પ્રભુની કરી દીધી છે.
એક શ્રીમંતે બીજી વ્યક્તિને કહ્યું કે, “તમે ઘણા નસીબદાર છો કે તમને રોજ તમારાં માતા-પત્ની કે પુત્રવધૂના હાથે બનેલી રસોઈ ખાવા મળે છે, અમારે તો એમાંથી કોઈ હોતાં જ નથી, રસોઈઓ રાખેલો છે એ જ બનાવે અને પીરસે. એમાં મોડું થઈ જાય તો એય રાખી મૂકે અને અમારે જાતે લઈને ખાવાનું હોય. આ અમારું શ્રીમંતોનું નસીબ છે.'
તમે જાતે કેસર વાટીને પ્રભુની પૂજા કરો એનો આનંદ કોઈ અલગ છે, પણ તમે તો ભગવાનને સોંપી દીધા પૂજારીને, ભગવાનનાં જંગલૂછણાદિ એ કરે અને તમારા માટે પણ કેસર તૈયાર રાખે !
બધાં કામ પૈસાથી ન થાય, પોતે પણ ઘસાવું પડે. માત્ર બાર મહિનાનું દ્રવ્ય આપી દો (ચડાવાથી) કે પૂજારીનો પગારે આપી દો, તેથી તમારી જવાબદારી પૂર્ણ થતી નથી. હું એ ચીજને વખોડતો નથી, જે કરો એ સારું જ છે, છતાં વધુ સારું શું છે એ બતાવું કે નહિ ?
ઘરે જમાઈ આવે ત્યારે ઘરમાં બધાં જ સાધનો, રસોઈઓ, માણસો હોવા છતાં તમે પોતે જ જમાડો ? કેમ ભાઈ ? માણસ પણ જમાડી શકે છે ને ? પણ ના, ત્યાં પોતાને ઉલ્લાસ છે, “મારો જમાઈ છે' - આવો ભાવ છે. અહીં પરમાત્મા મારા છે' - એવો ભાવ હજુ જાગ્યો નથી, એનું આ પરિણામ છે.
પરમાત્માની પ્રક્ષાલ પૂજા, અંગલુછણાં, આંગી, ગભારાની સાફસૂફી આદિ બધાં જ કામો શ્રાવક-શ્રાવિકાએ જાતે જ કરવાનાં છે. પૂજારી રાખવો પડે તે માત્ર બહારનાં કામો કરવા માટે. પૂર્વે અમારી શ્રાવિકા બહેનો પોતે પરમાત્માની પૂજા માટેનું જળ કૂવા વગેરે સ્થળેથી લાવતી. જેઓ પોતે પૂજા કરી શકતા ન હતા, તેઓ પણ પુષ્પ વગેરે સામગ્રી લાવીને પૂજા કરનારને આપતા ને પૂજા કરાવતા.
यदि आपमें चेतना हो तो इन्हीं वीतराग तीर्थंकर की आदरपूर्वक पूजा करें, याद करें, सेवा करें - एवं इन्हीं के शासन की सेवा करें।
___ - जिनमहत्त्व बत्रीशी
રોજ 1 મહામી |
પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org