________________
જિનમૂર્તિ જિનમંદિર :
જિનમૂર્તિ અને જિનમંદિરનું દ્રવ્ય એકત્ર પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. કેવળ જિનમૂર્તિ માટે જ જે દ્રવ્ય આવેલું હોય તે જિનમૂર્તિ ખાતાનું દ્રવ્ય કહેવાય. એનો ઉપયોગ જિનમૂર્તિનાં નિર્માણ, ચક્ષુ-ટીકા-નેણ બનાવવામાં, જિનમૂર્તિનાં ઓપ કે લેપના કામમાં, જિનમૂર્તિનાં મુગુટ-આદિ આભૂષણો બનાવવામાં થઈ શકે છે. પ્રસંગ પડ્યે જિનમૂર્તિના રક્ષણના કાર્યમાં પણ વાપરી શકાય.
જિનમંદિર માટે જે દ્રવ્ય આવેલું હોય તેનો ઉપયોગ જિનમંદિરના જીર્ણોદ્ધાર, નવનિર્માણ, દુરુસ્તી, રંગરોગાન, રખરખાવ આદિ કાર્યોમાં થઈ શકે.
કોઈ ખાસ ઉદ્દેશ્યથી - જેને અંગ્રેજીમાં “ઈયરમાર્કડું ફંડ” કહેવાય છે – દાન આવેલું હોય તે તે જ કામમાં વાપરી શકાય.
સાતક્ષેત્રમાં એક સામાન્ય નિયમ એવો છે કે, ઉપરના ક્ષેત્રોનું દ્રવ્ય નીચેના ક્ષેત્રમાં ન વાપરી શકાય, જ્યારે નીચેના ક્ષેત્રનું દ્રવ્ય જરૂર પડે ત્યારે ઉપરના ક્ષેત્રોમાં વાપરી શકાય. પણ નીચેના ક્ષેત્રમાં એ દ્રવ્યનો વપરાશ કે આવશ્યકતા હોય તો તેને પરાણે ઉપરના ક્ષેત્રમાં લઈ જવાની જરૂર નથી.
જિનમંદિર અને જિનમૂર્તિ ક્ષેત્રોમાં સામાન્યતઃ જિનમૂર્તિ ક્ષેત્ર પહેલું ગણાય છે અને જિનમંદિર ક્ષેત્ર બીજું ગણાય છે. જો કે કેટલાક ગ્રંથોમાં જિનમંદિર ક્ષેત્રને પહેલો ક્રમાંક આપવામાં આવ્યો છે, જ્યારે જિનમૂર્તિને બીજો. આમ છતાં પહેલું મહત્ત્વ તો જિનમૂર્તિને જ આપ્યું છે)
એટલે જિનમૂર્તિ માટે જ આવેલું દ્રવ્ય જિનમૂર્તિ માટે જ ખરચવું જોઈએ, એ જિનમંદિરમાટેન વપરાય.જ્યારે જિનમંદિરમાટે આવેલું દ્રવ્ય જિનમંદિરમાં તો વપરાય જ, પણ જરૂર પડે તો જિનમૂર્તિમાં પણ વાપરી શકાય.
મકર :: »
यदि जिनोक्त अनुष्ठान को सम्यक् (त्रिकरण शुद्ध) करना शक्य न बने तब भी वीतराग ने जैसा कहा है, वैसा ही कहें।
-गच्छाचारपयत्रा
ડ
છે
પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org