________________
ત્યાં પગમાં બૂટ પહેરી ન જવાય વગેરે સમજાવ્યું, પણ સત્તા આગળ શાણપણ નકામું જાય છે; એ માન્યા નહિ. આ બાજુ મહાજને, તમે જેને ભાઈલોક કહો છો ને, એવા બે બારોટોને બોલાવી બધી વાત કરી, એમના કુટુંબ-કબીલાની જવાબદારી લીધી. એ લોકોએ પણ ખાતરી આપી કે ક્યાંય મહાજનનું નામ નહિ આવે, કામ થઈ જશે.
એ દિવસ આવ્યો. વાઈસરોય અને ઠાકોર બૂટ પહેરી જ્યારે તલેટીએ પહેલા પગથિયે પગ મૂકવા ગયા ત્યારે એકાએક ઝાડીમાંથી બે બુકાનીધારી દુનાળી બંદૂકો લઈ આવ્યા અને બંનેની છાતીએ તાકી દીધી. “ખબરદાર!જૂતાં પહેરીને પવિત્ર પહાડ પર ગયા તો, આ બંદૂક તમારી સગી નહિ થાય ત્યાં જ ડરના માર્યા બંનેએ જૂતાં કાઢ્યાં. બીજા બે માણસો પાછળથી આવીને જૂતાં ઉપાડી ગયા અને આ રીતે શત્રુંજયની આશાતના નિવારાઈ.
માર્ગરક્ષાની વાત આવે ત્યારે ભલે વણિક લોકો હાથમાં તલવાર ન લે, પણ કોની પાસે લેવરાવવી, એ તેને બરાબર આવડે. એક કીડી-મંકોડીને પણ દુ:ખ ન થાય એ રીતે જીવવું એ સાધુનું જીવન છે, છતાં અવસર આવે ત્યારે આ વેષને ઢાંકીને હાથમાં તલવાર લેવાની વિધિ પણ શાસ્ત્ર સાધુને બતાવી છે.
શ્રાવકના જીવનમાં સાત્ત્વિકતાની સાથે ઉદારતા પણ કેવી હોય છે તેની વાત કરું ચાંપા વાણિયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એ ઘણો શ્રીમંત હતો અને સુશ્રાવક પણ હતો; આમ છતાં એને લોભ નડ્યો એટલે પરદેશ કમાવા ગયો. પુણ્ય એને યારી આપી, એથી એ ઘણું કમાયો. કમાયેલા એ ધનનું રત્નોમાં રૂપાંતર કરીને એને વાંસળીમાં ભરીને એણે પોતાની કમ્મરે બાંધ્યું. અંગ ઉપર પણ પૂરતાં આભૂષણો પહેરેલાં હતાં. ઊંટ ઉપર સવાર થઈ સાથે સ્વરક્ષણ માટે ધનુષ્ય-બાણ લઈ એ પોતાના ગામ તરફ ચાલ્યો. વચ્ચે ગીચ ઝાડીનો પ્રદેશ આવ્યો. એની વચોવચ જ્યારે એ આવ્યો ત્યારે એકાએક ઝાડીમાંથી બૂમ આવી. એય ! તારો ઊંટ ઊભો રાખ.' એણે સ્વસ્થતાથી પોતાનો ઊંટ ઊભો રાખ્યો.
स्वाध्याय, ध्यान, तप, औषध, उपदेश, स्तुति एवं दान तथा संतों के गुण कीर्तनों में 'पुनरुक्ति' नामक दोष नहीं होते
પ્રવચન-૩:જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્વ ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org