________________
ધમકાવી આવ્યા. “છોકરાને ભણવા મોકલ્યો છે, બગાડવા નહિ. બાધા આપી તો યાદ રાખજો !?
એક બીજો પણ પ્રસંગ કહું સાધુ-સાધ્વીનો સંપર્ક ન હોય, ધર્મના સંસ્કાર ન હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે આના પરથી સમજી શકશો.
મુંબઈની એક આંખની હોસ્પીટલમાં મારા ગુરુદેવને મોતિયો ઉતરાવવાનો થયો. ત્યાં જ બાજુમાં એક જૈન પેશન્ટ પણ દાખલ થયેલા હતા. અમારા સાધુ મહારાજ ગોચરી વહોરવા જતા હતા ત્યારે તેમને પણ વહોરાવવાની ભાવના થઈ અને અમને વિનંતી કરી, “મહારાજ!” અમારે ત્યાં ચા-કોફી-દૂધ વગેરે છે, આપ પધારજો” સાધુ ગયા ત્યારે એમને કઈ રીતે વહોરાવવું તેની કશી જ રીત - વિધિ આવડતી ન હતી. પગમાં ચંપલ પહેરેલ હતી. બધી વસ્તુ સજાવી મૂકી દીધી હતી અને એક બેન બોલ્યાં, “મહારાજ ! આ બધું છે એમાંથી આપને જે જોઈએ તે લઈ લો !” ભાવના સારી હતી પણ અજ્ઞાન કેવું? આજે જૈન ઘરોની આ પરિસ્થિતિ થવા લાગી છે. સાધુસાધ્વીનો પરિચય ગયો અને ધર્મના સંસ્કારોય ગયા. મુંબઈના ફ્લેટોમાં અમારા સાધુઓ વહોરવા જાય ત્યારે જૈનોના કોન્વેન્ટ કલ્ચરમાં ભણેલા બાળકો, “અંકલ!ક્યા લોગે ? અંકલ ફિરસે આના.” એવું બોલતાં પણ સાંભળ્યાં છે. આમાં કાંઈ આપણી શોભા નથી.
ટૂંકમાં કહું તો, ધર્મક્ષેત્રનો વહીવટ કરનાર વ્યવહારના ક્ષેત્રોમાં પોતાનાં માતા-પિતા વગેરે વડીલોની સેવા-ભક્તિ કરનાર હોવો જોઈએ અને ધર્મના ક્ષેત્રે ધર્મગુરુઓની સેવા-ભક્તિમાં આનંદની અનુભૂતિ કરનાર હોવો જોઈએ. જે વહીવટદારોના જીવનમાં આ ગુણ નથી હોતો, તેવા વહીવટદારો ધર્મક્ષેત્રનો વહીવટ શા માટે કરે છે ?, એ કરવા પાછળ એમનો ઉદ્દેશ શું છે, એ મોટું શંકાનું સ્થાન છે. અહીં બેઠેલા તમામ વહીવટદારો આ વિષયમાં પોતાનું જીવન તપાસે એ બહુ જ જરૂરી છે.
जो श्रावक देवद्रव्य का भक्षण करता है, उसकी उपेक्षा करता है, एवं अविवेक से उसका वहीवट करता है, वह पापकर्म से लिप्त होता है। - संबोध प्रकरण
પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org