________________
તમારી આજ્ઞાનું પાલન, એ વધુ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, તમારી આજ્ઞાની આરાધના મુક્તિની ભેટ ધરે છે, જ્યારે તમારી આજ્ઞાની વિરાધના સંસારનું સર્જન કરે છે. જેને મુક્તિએ પહોંચવું છે, એને માટે આજ્ઞાની આરાધના કરવી અનિવાર્ય છે. જે આજ્ઞાની આરાધનાના બદલે વિરાધના કરે છે, એને માટે સંસાર ભ્રમણ નિશ્ચિત બને છે. સંસારમાં પણ આજ્ઞાનો આરાધક સુખી બને છે અને આજ્ઞાનો વિરાધક દુઃખી બને છે.
જેમ મુક્તિ અને સંસારનું કારણ આજ્ઞાની આરાધના-વિરાધના છે, તેમ સદ્ગતિ-દુર્ગતિનું, સુખ અને દુઃખનું કારણ પણ આજ્ઞાની આરાધના-વિરાધના છે. ટૂંકમાં કહીએ તો જે કાંઈ સારું, શ્રેષ્ઠ છે, તેનું મૂળ આજ્ઞાની આરાધના છે અને જે કાંઈ ખરાબ-નબળું છે, તેનું મૂળ આજ્ઞાની વિરાધના છે. સારામાં શ્રેષ્ઠ મુક્તિ છે અને ખરાબમાં ખરાબ સંસાર છે. માટે જ આજ્ઞાની આરાધનાવિરાધનાના અંતિમ પરિણામ તરીકે મોક્ષ અને સંસારને અહીં રજૂ કરવામાં આવ્યાં છે.
આ વિષયમાં થોડા વધારે ઊંડા ઊતરવું હોય તો ઉપમિતિભવપ્રપંચા કથા'ના આઠમા પ્રકાશને યાદ કરવો પડશે. ઉપમિતિભવપ્રપંચા કથા એ જૈનશાસનનો મહાન કથાગ્રંથ છે. સિદ્ધર્ષિ ગણિની એ ભેટ છે. ભવવિરક્તિને પ્રગટ કરવાનું એ મહાન આલંબન છે.
એમાં લખ્યું છે કે, જગતમાં કોઈના પણ જીવનમાં કોઈ પણ પ્રકારનું જે સુખ જોવા મળે છે તે આ ભવમાં કે ગતભવોમાં કરેલી અરિહંતની આજ્ઞાની આરાધનાનું જ ફળ છે, અને જગતમાં કોઈના પણ જીવનમાં કોઈપણ પ્રકારનું દુઃખ જોવા મળે છે તે આ ભવમાં કે ગતભવોમાં કરેલી શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની વિરાધનાનું જ ફળ છે.
મારા, તમારા, આપણા સૌના જીવનમાં જો ક્યાંય પણ સુખનો છાંયડો જોવા મળતો હોય તો તેના મૂળમાં આ ભવ કે પરભવમાં આપણે ક્યાંક ભગવાનની
રાજય સરકાર ની કચેરીની સારવારના
પર પાર
-
यथाने विषसंसों, दुग्धे काञ्जिकसङ्गमः । तथात्मनो धनेनोच्चैः, संसों गुरुसम्पदः ।।
૧૨૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org