________________
આ બધું હું કહી રહ્યો છું તે તમે કોઈકને માટે ન વિચારતા, પણ જાત માટે વિચારજો. અહીં સંઘવીજી બહુમાન કરશે ત્યારે બધા સાફો-પાઘડી પોતાને માથે પહેરશે, પણ હું અહીં જે સાફો-પાઘડી પહેરાવવા માગું છું, તે બીજાને પહેરાવવાની પેરવી કરો અને જાતે નહિ પહેરો તો કેમ ચાલશે ? જેના હૈયામાં સાચી ધર્મભાવના હશે, પરમાત્માની આજ્ઞા ઉપર સાચું સમર્પણ હશે, તે બુદ્ધિનો ઉપયોગ કરી જાતને ઠગવાનો ધંધો નહિ કરે. જેના હૈયામાં સાચી ધર્મભાવના નહિ હોય, જેને ભગવાનની આજ્ઞા પ્રત્યે સાચો સમર્પણભાવ નહિ હોય તે જ બુદ્ધિના ઉપયોગ દ્વારા જાતને ઠગવાનો ધંધો કરશે.
આ વાત આત્મસાક્ષીએ વિચારશો તો એનું સારું જ પરિણામ આવવાનું છે. આત્મસાક્ષીએ નહિ વિચારો તો આ પણ એક બુદ્ધિનો વ્યાયામ બની રહેશે. એનાથી કશું સારું નહિ નીપજે.
આજે કેટલુંક કહ્યું છે. કડક થઈને પણ કહ્યું છે. તમારો પ્રમાદ હઠે એ માટે તેમ કહેવું જરૂરી લાગ્યું માટે કહ્યું છે. સરવાળે તેમાં જ સૌનું હિત છે. આ અંગે વધુ વાતો કાલે કરવાની ભાવના છે.
ક, રાજકોટ
प्रभास्वे मा मर्ति कुर्यात् प्राणैः कण्ठगतैरपि । अग्निदग्धाः प्ररोहन्ति, प्रभादग्यो न रोहयेत् ।।
A
,
,
,
૧૧૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org