________________
જો આગમશાસ્ત્રોનો આદર કરી જિનાજ્ઞાનો આદર કર્યો, તો સર્વત્ર સફળતા અને સદ્ગતિ નિશ્ચિત છે. પણ જો આગમશાસ્ત્રોનો અનાદર કર્યો તો એ સાક્ષાત્ જિનાજ્ઞાની અને શ્રીજિનેશ્વરદેવનો જ અનાદર છે. એનું પરિણામ પગલે પગલે વિડંબણા અને દુર્ગતિનું ભ્રમણ નિશ્ચિત છે.
આગમશાસ્ત્રોની આજ્ઞા મુજબ વહીવટ કરનાર માટે જેમ યાવતું તીર્થકર નામકર્મનો બંધ નિશ્ચિત છે, તેમ આગમશાસ્ત્રોની આજ્ઞાનો અનાદર કરી વહીવટ કરનાર માટે યાવત્ સાતમી નરક અને દુરંત સંસાર છે. માટે જ કહ્યું છે કે – માપ ઘો, ઘમો આપIણ પડવો ધર્મ આજ્ઞામાં છે, ધર્મ આજ્ઞા સાથે બંધાયેલો છે. '
કોર્ટ તમે જોઈ છે કે નહિ મને ખબર નથી. ત્યાં વાદી-પ્રતિવાદી બને આવે. કોર્ટ બંનેને સવાલ પૂછે. બંનેને સાંભળે. બંનેના વકીલોને સાંભળે. એ વખતે વાદી' પ્રતિવાદી' એમ સંબોધન કરે. આરોપી હોય તેને પણ કહેવાતો આરોપી’ એમ જ સંબોધન કરે. નિર્ણય થાય નહિ ત્યાં સુધી મધ્યસ્થ જ રહે. પણ એ મધ્યસ્થતા ક્યાં સુધી ? પોતાને નિર્ણય ન થાય ત્યાં સુધી જ ને ? જેવો નિર્ણય થાય તેવી સજા સંભળાવે ? આરોપીને ગુનેગાર પણ જાહેર કરે ? પછી જજમેંટમાં પણ એ જ લખે ? તેમ અહીં જિનાજ્ઞાની બાબતમાં પણ છે.
એ વાત આવે ત્યારે, જ્યાં સુધી તમને એમાંથી સત્ય ન સમજાય, પ્રભુની સાચી આજ્ઞા ન સમજાય ત્યાં સુધી તમે મૌન રહો, તટસ્થ રહો, કોઈ પણ પક્ષમાં ન ઢળો અને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન જારી રાખો; પણ એકવાર સમજાઈ જાય પછી તો સત્યના પક્ષમાં જ રહો !
એકવાર મારા ગુરુદેવ નાસિકમાં હતા. એમને સખત તાવ આવેલો. બાજુના પ્રદેશમાંથી કોલેજના ભણેલા-ગણેલા એજ્યુકેટેડ કહેવાય તેવા યુવાનો એમનાં દર્શને અને કાંઈક વ્યાખ્યાન સાંભળવા મળે એ માટે આવેલા. પૂજ્યશ્રી વ્યાખ્યાન આપી શકે તેમ ન હતા.એ લોકોનો આગ્રહ હતો કે પૂજ્યશ્રી ભલે વ્યાખ્યાન ન
देवद्रव्येण या वृद्धिगुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ।।
૧૧૬ જેતસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org