________________
१२ - धनिकमत्यर्थमाज्ञाप्रधानश्चागमपरतन्त्रश्च । एतेन हि तत्कारितं लोकोत्तरक्रियत्वेन निर्वाणाङ्गं भवति ।
અત્યંત જિનાજ્ઞાપ્રધાન : જિનાજ્ઞાન-જિનાગમને અત્યંત પ્રધાન માનનારો હોવો જોઈએ. જિનાગમને આધીન જીવે કરેલું કાર્ય મોક્ષનું કારણ બને છે, જિનાગમથી નિરપેક્ષ જીવે કરેલું કાર્ય મોક્ષનું કારણ બનતું નથી.
જિનાજ્ઞાના પાલનમાં દઢ : આ ગુણ અગિયારમા ગુણ પછી આવે છે અને બધા ગુણમાં આમ કહો તો આ ગુણ મુગટરૂ૫ છે.
ધર્મક્ષેત્રનો વહીવટ કરનારનું જીવન અત્યંત આજ્ઞાપ્રધાન હોવું જોઈએ. નાની-મોટી તમામ પ્રવૃત્તિ તેણે જિનાજ્ઞાને આધીન રહીને, એને આગળ કરીને જ કરવી જોઈએ.
કોઈપણ વિષયમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને સમજવા માટે આગમશાસ્ત્રોનો આધાર લેવો જરૂરી હોય છે. એ વિના ભગવાન શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાને જાણી શકાતી નથી. આથી જ વહીવટ કરનાર દરેક વિષયમાં આગમશાસ્ત્રનો આદર કરનારા હોય. એ એને આધીન જ હોય. એ
ક્યારેય ધર્મશાસ્ત્રથી આઘોપાછો ન જ થાય. માટે લખ્યું કે - આગમને પરતંત્ર હોય. માટે જ એની સામે લાખ વાત આવે તો કહે કે, “મને તમે શું કહો છો એમાં રસ નથી. મને જિનાજ્ઞા શું છે, એ જાણવામાં રસ છે.” જો એને કોઈ જિનાજ્ઞાને દર્શાવતું ધર્મશાસ્ત્ર બતાવે તો તરત એનું મસ્તક ઝૂકી જાય. આજ્ઞાથી એ આઘોપાછો ન થાય. શ્રાવકરૂપે પણ જો એના માથે જિનાજ્ઞાનું બંધન હોય જ, તો સંચાલક તરીકે તો એના માટે એ બંધન વધુ અગત્યનું બની જાય છે. સભા : આજ્ઞાની વ્યાખ્યા અલગ અલગ સ્થાનેથી અલગ અલગ મળે તો શું
કરવું ? એ માટે તો દશમા ગુણમાં બુદ્ધિના આઠ ગુણો બતાવ્યા છે. એ આઠ ચારણી
देवाइदव्वणासे देसणमोहं च बंधइ मूढो । उम्मग्गदेसगो वा जिणमुणिसंघाइसत्तुव्व ।।
૧૧૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org