________________
આજથી હજારો વર્ષ પૂર્વે પ્રયોગ વિના, પ્રયોગશાળા વિના કોઈ હિંસાચાર કે અર્થવ્યય વિના પરમાત્માએ માત્ર કેવલ્યદૃષ્ટિથી જોઈ-જાણી જે પદાર્થો બતાવ્યા, તેના પર શ્રદ્ધા મૂકે તે અંધશ્રદ્ધાળુ? કે વારે-તહેવારે અભિપ્રાય બદલતા, વર્ષે-પાંચ વર્ષે સિદ્ધાંત બદલતા, ઘોર હિંસા અને કારમાં અર્થવ્યય પછી કાંઈક જાણે, અધૂરું જાણે અને એને પૂરું-બધું છે એ રૂપે રજૂ કરે, તેના ઉપર શ્રદ્ધા મૂકે તે અંધશ્રદ્ધાળું? એ તમે શાંતિથી વિચારજો.
ધર્મનો વહીવટ કરનારજો શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણોને વરેલો ન હોય તો વાતેવાતે એની શ્રદ્ધા ડગુમગુ થતી હોય, કોઈ પણ વસ્તુનો, વિધિનો યથાર્થ બોધ એને ન હોય તો એ સાચી રીતે સંઘ-શાસનનું કાર્ય ન કરી શકે. માટે વહીવટ કરનાર માટે આ ગુણ બહુ જ જરૂરી છે.
સમય હોય તો આ મુદ્દાને ખૂબ સારી રીતે આપણે ચર્ચા શકીએ તેમ છે. કોઈ તમને અંધશ્રદ્ધાળુ કહે તેથી મૂંઝાઈ ન જતા. તેને શાંતિથી પડકારજો, સમજાવજો. આ રીતે જિનેશ્વરના શાસનની એક એક વાત તમારે જાણવી જોઈએ અને જાણીને જીવનમાં અપનાવવી જોઈએ. આ થયો સંચાલકની લાયકાતનો દસમો ગુણ. હવે અગિયારમા ગુણની વિચારણા કરીએ. ૧૧ - વાહિયાવિહાઈr - પ્રસ્તુત વિધાનનો જ્ઞાતા - ११ - ज्ञाता-विद्वान् । कस्येत्याह - अधिकृतविधानस्य जिनभवनकारणविधेः । एवंविधेन हि क्रियमाणं तद्विवक्षितार्थसाधकं भवति । વિધિજ્ઞાતા : જિનમંદિર બંધાવનાર (વહીવટ કરનાર) જિનમંદિર બંધાવવાની વિધિનો (વહીવટ કરવાની વિધિનો જાણકાર હોવો જોઈએ. વિધિનો જાણકાર જીવ જિનમંદિરનિર્માણ દ્વારા (વહીવટ દ્વારા) વિવક્ષિત (સ્વભાવની વૃદ્ધિ અને શાસનપ્રભાવનારૂપ) કાર્ય સાધી શકે છે. વિધિથી અજાણ જીવ જિનમંદિરનિર્માણ દ્વારા (વહીવટ દ્વારા) વિવક્ષિત કાર્ય સાધી શકતો નથી.
ON કઈ જ
ન
તd
કર
in S A जिपवय
JI
जिणपवयणवुड्किरं पभावगं णाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं परित्तसंसारिओ होइ ।।
-संबोध प्रकरण
૧૧ર જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org