________________
અને એમાં એને દેવતાઈ ગંધર્વસંગીત સાંભળવા મળે તો જેવા રાગથી, એકાગ્રતાથી સાંભળે, એથી પણ વધુ રાગથી ધર્માત્મા ધર્મશ્રવણને કરે, એમ અહીં કહ્યું છે.
સાંભળવાની પણ ખાસ રીત છે દૃષ્ટિ ગુરુ ઉપર હોય, બંને હાથ જોડેલા હોય, ખેસ પહેરેલો હોય, ખેસનો એક છેડો મુખ આગળ રહે, એ રીતે ચૈત્યવંદનના આસને બેસી ઉપયોગપૂર્વક ધર્મશ્રવણ કરવાનું છે.
(૩) શ્રવણ પછી ત્રીજો ગુણ છે ગ્રહણ. સદ્ગુરુના મુખે જે સાંભળ્યું તેને માનસિક ઉપયોગપૂર્વક સ્વીકારવાનું છે. ગુરુભગવંત જેમ જેમ ધર્મોપદેશ આપતા જાય, તેમ તેમ તે વાતને મનોમન બરાબર ઝીલતા જવું, બૌદ્ધિક રીતે પકડતા જવું, સમજતા જવું તેને ગ્રહણ કહેવાય છે. આ માટે શ્રવણ સમયે અંતરંગ રુચિપૂર્વકની એકાગ્રતા જોઈએ અને જે કાંઈ ગુરુભગવંત કહે, તે વાત સમજવી મારા માટે ઉપકારક છે – લાભદાયક છે' એવું લાગવું જોઈએ. જો આવી લાગણી હોય તો જ સાંભળેલું સમજવાનો-પકડવાનો પ્રયત્ન થાય છે.
ઘણા તો જે સાંભળ્યું તે પ્રામાણિકપણે ત્યાં જ મૂકીને જનારા હોય છે. એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખનારા ઘણા હોય છે, પણ અપાયેલો ઉપદેશ સ્વીકારનારા ખૂબ જ ઓછા હોય છે. મંડપના છેડે અપાતી પ્રભાવના બધા લે અને ઘરે પહોચાડતા હોય છે, પણ અમે અહીં દોઢ-બે કલાક જે પ્રભાવના કરીએ છીએ, એ કોણ ઘરે લઈ જાય? અમારી વાતનો સ્વીકાર થતો નથી, તેથી જ તે વસ્તુ તમારા જીવનમાં પરિણામ પામતી નથી.
(૪) ગ્રહણ પછી ચોથા નંબરે ધારણા આવે છે. જે પણ સાંભળ્યું તેનો સ્વીકાર કર્યા બાદ તેને યાદ રાખવું, ધારી રાખવું, પકડી રાખવું, ભુલાઈ ન જાય તેની કાળજી રાખવી, તેને ધારણા કહેવાય છે.
શ્રવણ કરીને ગ્રહણ કર્યા પછી તેને બરાબર ધારી રાખવું જરૂરી હોય છે. જો ધારણા ન થાય તો વસ્તુ વિસારે પડે. ઘણા વ્યાખ્યાન સાંભળીને આવે અને કહે કે આજે વ્યાખ્યાનમાં ઘણી મજા પડી. પણ શેની મજા ? શું વિષય હતો ?
आयाण जो भंजइ पडिवनधणं ण देइ देवस्स । गरहंत चोविक्खइ, सो वि हु परिभमइ संसारे ।।
૧૦૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org