________________
અગર તો જેની મતિ સૂક્ષ્મ હોય તેણે જ આ જવાબદારી સ્વીકારવી જોઈએ.
બુદ્ધિને સૂક્ષ્મ બનાવવા માટે મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કેળવવો જરૂરી છે. એને ખીલવવા માટે અન્ય ઉપાયોની જેમ ગુરુનિશ્રાએ શ્રુતાભ્યાસ કરવો એ પણ એટલો જ જરૂરી છે. વહીવટના ક્ષેત્રે ઉપયોગી ગ્રંથોનું સૂક્ષ્મતાથી અધ્યયન કરવું જરૂરી છે. એ રીતે અભ્યાસ, અધ્યયન, પરિશીલન કરવામાં આવે તો મતિ જરૂર સૂક્ષ્મ બનશે.
શ્રી ઉપદેશપદ ગ્રંથના પહેલા ભાગનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે બુદ્ધિને કેળવવા માટે, સૂક્ષ્મ બનાવવા માટે, નિર્મળ બનાવવા માટે કેવો કેવો પુરુષાર્થ કરાતો હોય છે !
સંઘ સંચાલક સૂત્રનો અને અર્થનો જાણકાર હોવો જોઈએ, ઉત્સર્ગ અને અપવાદનો જાણકાર હોવો જોઈએ અને નિશ્ચય તથા વ્યવહારનો પણ જાણકાર હોવો જોઈએ. જો એના જીવનમાં જરૂરી સૂત્ર-અર્થનું જ્ઞાન હોય, ઉત્સર્ગઅપવાદનું જ્ઞાન હોય અને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન હોય તો જ તે શ્રીસંઘ અને શાસનનાં પ્રત્યેક કર્તવ્યોને સમ્યફ રીતે પાર પાડી શકે.
સૂત્ર-અર્થ, ઉત્સર્ગ-અપવાદ અને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન તે જ મેળવી શકે કે જેની બુદ્ધિ-પ્રજ્ઞા સૂક્ષ્મ હોય. જે વ્યક્તિ આ રીતે સૂક્ષ્મ-પ્રજ્ઞા, માર્ગસ્થ-પ્રજ્ઞાના સહારે આ બધો અભ્યાસ કરે તેને ક્યારે શું કરવું, ન કરવું તેનો વિવેક અંદરથી પ્રગટશે.
કેટલીક બાબતો જે એવી હોય છે કે તે સામાન્ય સંયોગમાં ન જ કરાય, આમ છતાં વિશેષ સંયોગમાં એ કરવી જ જોઈએ. એ જ રીતે કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે સામાન્ય સંયોગમાં કરવાનાં હોય પણ તે વિશેષ સંયોગમાં ન જ કરવાનાં હોય. આ બધું ઉત્સર્ગ-અપવાદના જ્ઞાનથી નિર્ણત થાય છે.
યામાહા ,
ર
દેવા
तीर्थकर परमात्मा आदि की जो बडी आशातना करता है, वह अपने भावों के आधार से ठेठ अनंत संसारीपन भी पाता
- મનિશા સૂત્ર
પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org