________________
વિવેક ત્યાં કરવાનો છે, એવો જ વિવેક અહીં પણ ક૨વાનો છે. પણ એ શક્ય ત્યારે બને કે દીકરી મારી છે એવું જેમ હૈયે બેઠું છે, તેવું જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મારાં છે એમ લાગે ત્યારે . શ્રીસંઘ પ્રત્યે મારાપણાનો ભાવ હોય અને પ્રશસ્તબુદ્ધિ પ્રગટી હોય તો જ આવા પ્રસંગોમાં વિવેકપૂર્વકની પ્રવૃત્તિ થઈ શકે, જેનાથી સંઘ-શાસનનું, પોતાનું અને સામાનું હિત થઈ શકે.
સંઘના દરેક અંગના અવગુણો ઢાંકવાની અને આશાતના નહિ કરવાની વાત સમ્યગ્દર્શનના ૬૭ બોલમાં આવે છે. ‘ગુણસ્તુતિ અવગુણ ઢાંકવા જી, આશાતનની હાણ’ – આ પંક્તિ સાંભળી છે ને ? અવગુણ ચલાવી લો એમ નથી કહેતા પણ એને ચગાવવાના તો નથી જ, એને ઢાંકવાના છે અને વિવેકપૂર્વક દૂર કરવાના છે.
સંઘના કોઈપણ અંગના અવગુણ ચલાવી ન લેવા એ કર્તવ્ય છે, પણ એને ચગાવવા એ અકર્તવ્ય છે.
આ વાત સમજવા માટે વર્ષો પૂર્વે ભાવનગરમાં બનેલ એક ઘટનાની વાત કરું : મારા પ૨મતા૨ક ગુરુદેવશ્રીએ પોતાના પ્રારંભિક વર્ષોમાં જોયેલી-જાણેલી આ વાત છે.
ભાવનગરના એક ઉપાશ્રયમાં બે વયોવૃદ્ધ સાધુ રહેતા હતા. કોઈ કારણે બંનેમાં અણબનાવ થયો. વાત આગળ વધી બોલાચાલીથી મારામારી સુધી પહોંચી, લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ભેગા થયેલા લોકો મહાત્માઓ માટે જાતજાતની વાતો કરવા લાગ્યા. એટલામાં આગેવાનને કોકે ખબર આપી. તે આવ્યા. એ આગેવાનનો પ્રભાવ એવો હતો કે એમને આવતા જોઈને જ ટોળું વીખરાયું. એમાંથી એકને પકડ્યો અને પૂછ્યું કે શું વાત છે ? કેમ બધા આ રીતે ભેગા થયા હતા ? એણે કહ્યું : ‘મહારાજ સાહેબ ઝગડો-મારામારી કરતા હતા એટલે’ આ સાંભળી તરત જ આગેવાને એને ધમકાવીને કહ્યું : ‘તારા ઘરમાં તારાં મા-બાપ ઝગડતાં નથી ? ચાલો ૨વાના થાઓ અહીંથી’– એમ કહીને એ
નિસને ? - ટીન-લુાલીયોં યા ઉદ્ધાર ન વિયા, ૨ - સામિ
वात्सल्य न किया, ३ - वीतराग परमात्मा को हृदय में धारण न किया, उसने यह जन्म व्यर्थ गँवा दिया है । - धर्मबिंदु टीका
Jain Education International
પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય
For Private & Personal Use Only
૮૯
www.jainelibrary.org