________________
નિર્માણમાં દેવદ્રવ્ય આપવું જ જોઈએ. પણ જ્યાં બિનજરૂરી રીતે સાધુઓ દ્વારા મઠો ઊભા કરાઈ રહ્યા હોય ત્યાં આપવાની જરૂર નથી. આ કામ સાધુનું છે જ નહિ. આમ છતાં મારે કહેવું છે કે, એકલા સાધુપક્ષે જ દોષ છે તેવું પણ નથી. એમાં નામના, કીર્તિ, સત્તાના ભૂખ્યા, ગૃહસ્થો પણ એટલા જ જવાબદાર છે. ઘણા શ્રાવકો સંઘોની દેવદ્રવ્ય આદિની મૂડી આ રીતે દબાવી બેઠા છે, એવા લોકો પાસેથી તકસાધુ સાધુઓ અવસર જોઈને પોતાને જોઈતું દ્રવ્ય કઢાવવા માગે છે. જ્યાં સાધુઓ પણ માર્ગ ભૂલ્યા હોય અને વહીવટદારો પણ માર્ગ ભૂલ્યા હોય ત્યાં કહેવું શું ?
વહીવટદારો ખોટી રીતે પૈસા દબાવીને બેસી ગયા હોય, તેમની પાસેથી પૈસા કઢાવવા અને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વપરાવવા એ ખોટું નથી; પણ સાધુએ પોતે આવા પ્રોજેક્ટો ક૨વા અને એ માટે પૈસા કઢાવવા એ જરૂર ખોટું છે. સવારે આ અંગે વાત કરી ગયો છું, છતાં કેટલાક નવા ભાઈઓ આવ્યા છે, માટે આવા પ્રશ્ન ઊઠે છે. હવે ફરી ગુણોની વાત ઉપર આવીએ.
તમે કોઈક ધાર્મિક સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મેનેજિંગ ટ્રસ્ટી, ખજાનચી કે સેક્રેટરી છો, એ અંગેની જવાબદારી નિભાવો છો, એની વાતનો મને આનંદ છે; પણ એ પદની જવાબદારી-જોખમદારી કઈ છે, તે તમે સમજો અને એને બરાબર નિભાવો તો તેમાં જ તમારું કલ્યાણ છે. જો તમે એને ન સમજો કે ન નિભાવો તો તમારું અકલ્યાણ નિશ્ચિત છે, માટે આ બધી વાતો તમને સમજાવી રહ્યો છું.
૩ - નુો - યુક્ત, સન્માનયોગ્ય :
३ - युक्तः - राजसत्कारादियोग्यः । प्रत्यनीकादिनाऽपरिभूतः । इति यावत् યુક્ત ઃ પ્રતિષ્ઠિત. રાજા તરફથી માન-સન્માન વગેરેને યોગ્ય હોય, જેથી કરીને વિરોધીઓ કોઈપણ કામમાં જેનો સામનો કરવાની હિંમત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર.
૭૨
जिणमंदिर भूमिए दसगं आसायणाणं वज्जेह । जिणदव्वभक्खणे रक्खणे य दोसे गुणे मुणह ।।
दर्शनशुद्धि प्रकरण
જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org