________________
ધર્મક્ષેત્રના સંચાલન માટે ઉદારતા ગુણ બહુ જ જરૂરી છે. એ વિના હાથમાં લીધેલું કાર્ય તે પાર પાડી શકે નહિ અને પાર પાડેલા કાર્યને પ્રભાવક પણ બનાવી શકે નહિ.
ઉદારતા વગરનો વહીવટદાર પોતાના ધનલોભના કારણે સંઘ કે શાસનના કોઈપણ કામમાં પોતાના ઉપર ભાર ન આવી જાય, પોતે ક્યાંય ઘસાવું ન પડે તેની સતત કાળજી રાખે. જો એને એમ લાગે કે સંઘનું કોઈ કાર્ય કરતાં પોતાના ઉપર એનો ભાર આવશે કે પોતાને એનો ઘસારો વેઠવો પડશે, તો તે એ સંઘનું કાર્ય કરવાનું ન થાય એવો પ્રયત્ન કરે; એ કાર્ય કરવું જ પડે તેવું હોય તો પોતે ન કરવું પડે અને બીજાને માથે આવે એવો પ્રયત્ન કરે. પોતે કરવું જ પડે તો એનો ઘસારો કે ખર્ચ સંઘની સંસ્થા ઉપર નાંખે, જવા-આવવાનું ગાડી-ભાડું, ૨હેવા-ઊત૨વાનો ખર્ચ પણ સંઘની સંસ્થા ઉપર નાંખે અને કામ એવું કરે કે એમાં કોઈ ભલીવાર ન આવે. એટલા માટે કહ્યું કે વહીવટદાર અશુદ્ર, ઉદાર હોવો જોઈએ, જેથી જ્યાં જરૂર પડે ત્યાં ઉદારતાપૂર્વક એ ધનવ્યય કરીને સંઘનાં દરેક કાર્યોને સારી રીતે પાર પણ પાડી શકે અને એ કાર્યોને પ્રભાવક પણ બનાવી શકે.
એ જ રીતે વહીવટ કરનાર અક્રૂર-દયાળુ હોવો જોઈએ. એનો સ્વભાવ જ એવો હોય કે, એના કોઈપણ વ્યવહારથી કોઈને સંતાપ ન થાય, જેથી કોઈને એના ઉપર દ્વેષ ન થાય. આવો વહીવટદાર દરેક પાસેથી સારી રીતે કામ કરાવી શકે. વહીવટદાર સ્વભાવે ક્રૂર-નિર્દય હોય તો એની નબળી અસર ધર્મકાર્ય ઉપર થાય. એણે કરેલું સારું કામ પણ અનાદરણીય બની જાય છે.
એ જ રીતે ક્ષુદ્રનો અર્થ તુચ્છ, હલકો, કશું સહન ન કરી શકે, કાંઈ પણ પચાવી ન શકે તેવો થાય છે, જ્યારે અક્ષુદ્રનો અર્થ અતુચ્છ, મહાન આશયવાળો, બધું જ સહી લે અને બધું જ પચાવી શકે તેવો થાય છે; એ ઉ૫૨થી ધર્મક્ષેત્રનું સંચાલન ક૨ના૨ મહાન આશયવાળો, ઠરેલ, સહનશીલ અને ગંભીર જોઈએ.
૭.
णो माया णो पिया, णो भज्जा ण सरीरं णेव बांधवा । पिच्छए तत्थ ठाणंमि जत्थ अत्थं तु पिच्छए ।
श्राद्धद
જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org