________________
સાવા અક્ષુદ્રતા ગુણને વરેલો વહીવટદાર પોતાની મહત્તા કરતાં કાર્યની aહતાને મુખ્ય કરે.
મને પૂછ્યું નહિ ? મને બોલાવ્યો નહિ ?” – એવી વૃત્તિ ન હોય. દસ ટ્રસ્ટી હોય, નવ ટ્રસ્ટીઓ ભેગા થઈ કોઈ સારી વાત નક્કી કરે ત્યારે આડે આવે. કામ થવા ન દે. પોતાનો અહં કે ઈર્ષા વચ્ચે લાવે અને કામને બગાડે, એ ક્ષુદ્રતા છે. અશુદ્ર વ્યક્તિ તો કોઈનો નાનો કે મોટો અપરાધ થયો હોય તો પણ ગળી ખાય. મિથી તેને અપનાવી લે. “મારા માટે એ આવું નબળું કેમ બોલ્યો ? હવે તેની સાથે કોઈ સંબંધ નહિ' - આવી કોઈ વૃત્તિ એનામાં ન હોય. વ્યક્તિગત માનાકાંક્ષા જતી કરવાની જેનામાં વૃત્તિ હોય તે જ ધર્મક્ષેત્રના સંચાલનને સારી રીતે કરી શકે છે.
આ ગુણને કેળવ્યા વિના જે લોકો ટ્રસ્ટી બની ગયા હોય છે અને આ ગુણ હોવા જરૂરી છે, એવું પણ જેને નથી લાગતું એવા શુદ્ર લોકો વાતે વાતે સંઘમાં કજિયો ઉભો કરીને શ્રીસંઘનાં-શાસનનાં કામોમાં અવરોધ ઊભો કરે છે, જેના પરિણામે શ્રીસંઘનાં કેટલાંય કરવા યોગ્ય કાર્યો અટકી પડે છે, શ્રીસંઘની પ્રગતિ રૂંધાય છે, આર્થિક રીતે પણ શ્રીસંઘને ઘણું બધું સહન કરવું પડે છે. મુદ્ર સ્વભાવના વહીવટદારો નાના-મોટાનો વિવેક પણ જાળવી શકતા નથી. ગુરુભગવંતો સાથે વિનય-વિવેકની મર્યાદાનો ભંગ કરતાં પણ એમને વાર લાગતી નથી. પોતાના અહં ખાતર શ્રીસંઘના મોટામાં મોટા કામને પણ તોડી પાડીને પારાવાર પાપ બાંધે છે. ૭ - વિકિ - ધૃતિ-ધીરતાના બળવાળોઃ ६ - धृतिबलिकः - चित्तसमाधानलक्षणसामर्थ्ययुक्तः ।
धृतिबलविहीनो हि द्रव्यव्यये पश्चात्तापान पुण्यभाजनं भवति । ઘેર્યબળયુક્ત એટલે ધીરજરૂપ બળથી યુક્ત, અર્થાત્ ચિત્તની સમાધિરૂપ
जिस स्थान में आदमी पैसा (धन) देखता है, वहाँ माता, पिता, पत्नी, शरीर एवं भाईओं का संबंध देखने खडा नहीं रहता । अर्थात् धन से दुर्बुद्धि पैदा होती है । - श्राद्धदिनकृत्य
પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણભવ અને કર્તવ્ય ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org