________________
કરી શકે? જે પોતાનાં ગણાતાં સ્વજનો-કુટુંબીઓને ન જાળવી શકે તે સંઘના સભ્યોને શી રીતે જાળવી શકે? જે પોતાના કુટુંબ-પરિવાર સાથે પણ શાંતિથીસૌહાર્દથી વાત-વર્તાવ ન કરી શકે તે સંઘના સભ્યો સાથે સારો વ્યવહાર શી રીતે કરી શકે? જે સ્વભાવ ઘરમાં, ઘરના વ્યવહારમાં હોય તે જ સ્વભાવ મોટે ભાગે વર્મક્ષેત્રમાં વ્યક્ત થતો હોય છે. માટે શ્રીસંઘ, સંઘનાં અંગો અને શાસનનાં પ્રત્યેક ક્ષેત્રોનું સંચાલન કરનાર વ્યક્તિ એવી હોવી જરૂરી છે કે જેણે સ્વજન પરિવારનો પ્રેમ-વિશ્વાસ જીતીને સ્વજન-પરિવારને પોતાને અનુકૂળ બનાવ્યો હોય, તે વ્યક્તિ સંઘ સંચાલન કરવા માટે યોગ્ય છે. આવી યોગ્ય વ્યક્તિને સંઘસંચાલનના કાર્યમાં સ્વજન-પરિવારનો પણ સાથ-સહકાર મળ્યા કરે અને શ્રીસંઘના સભ્યોનો પણ સાથ-સહકાર મળ્યા કરે. જેથી સંઘ, શાસનનાં દરેક કાર્યોને તે ઉલ્લાસપૂર્વક સુંદર રીતે પાર પાડી શકે છે અને એ દ્વારા પ્રભુશાસનની રૂડી પ્રભાવના પણ કરી શકે છે.
વહીવટદારે ધર્મક્ષેત્રના સંચાલનમાં શરીરની શક્તિ પણ વાપરવી પડે છે અને ધનવ્યય પણ કરવો પડે છે. જ્યારે જ્યારે આવશ્યકતા ઊભી થાય ત્યારે ત્યારે સમયનો પણ પૂરો ભોગ આપવો જ પડે છે. આ દરેક કાર્ય કરતાં સાંસારિક જીવન, પારિવારિક જીવન, વ્યાવહારિક જીવનને ગૌણ કરવું પડે છે. એ બધુ ગૌણ બનતાં એની અસરો પરિવારના એક એક જન ઉપર પડે છે. આ બધી અસરોને પરિવારનો એક એક જન ત્યારે જ સહજતાથી સ્વીકારી શકે છે કે એ મુદ્દે ક્યારેય ઘરમાં ક્લેશ-કંકાશ ન થાય. આ રીતે ક્લેશ-કંકાશ ન થવાના કારણે વહીવટ કરનારનો શુભભાવ જળવાઈ રહે છે, વહીવટ સારી રીતે થાય છે, જેના કારણે ચોક્કસ પ્રસંગે ધર્મપ્રભાવના પણ સારી રીતે થઈ શકે છે. પણ આ ક્યારે બને ? જ્યારે ધર્મક્ષેત્રના સંચાલનમાં જોડાનાર વ્યક્તિ પોતે સારી હોય; મતલબ કે પ્રાથમિક ગુણોવાળી હોય, અને તેણે ઉચિત વ્યવહારથી પરિવારજનોનાં મન અને વિશ્વાસ જીતીને તેમને પોતાને અનુકૂળ બનાવી દીધાં
જ
લા ક હતા. આ
अग्नि ज्यों इंधन को जला कर राख कर देता है, त्यों अल्पज्ञानी ऐसे भी आचारसंपन्न गुरु की निंदा आत्मगुण को भस्मसात् कर देती है ।
- द्वात्रिंशिका
પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org