________________
હા, જરૂર. જેમ ધર્મોપદેશક માટે ચાર કે છત્રીસ ગુણો બતાવ્યા છે, તેમ સંઘના સંચાલક, વહીવટદાર માટે દ્રવ્યસપ્તતિકા, પંચાશક વગેરે ગ્રંથોમાં બાર ગુણ બતાવ્યા છે. અને એ સમજાવવાની ભૂમિકા તૈયાર કરવા માટે જ આ બધું કહી રહ્યો છું.
આમ છતાં એક વાત કરી દઉં કે, આ વાત કોઈની બાદબાકી કરવા માટે કે કોઈની સામે આંગળી કરવા માટે નથી, પણ આ વાત તો આપણા પોતાનામાં એ લાયકાત ન હોય તો પેદા કરવા માટે છે. જે કોઈ નવી વ્યક્તિ આ ક્ષેત્રમાં આવવા ઈચ્છતી હોય, કે જેને આ ક્ષેત્રમાં લાવવાના હોય, તેમણે પણ આ ગુણો સમજી લેવા જરૂરી છે. બધાને થવું જોઈએ કે, મારામાં આ ગુણો નથી તો લાવવા છે, ઓછા હોય તો વધારવા છે અને જેમને લાગે કે મારામાં આ ગુણ નથી અને આવી શકે તેમ પણ નથી, તેમણે આ ક્ષેત્ર (ધર્મક્ષેત્ર-સંચાલન) છોડી દેવાનું છે. “મરું ત્યાં સુધી ગાદી ન જ છોડું એવો આગ્રહ રાખવાનો નહીં.
આજે કેટલાંક કુટુંબોના વડીલ ઘણા મોટા ધર્માત્મા ગણાય છે, પણ એ જ્યારે મરે ત્યારે પાછળ મોટું મીંડું રહે છે. આમ કેમ બને છે, એ તમે ક્યારેય વિચાર્યું? એમણે વર્ષો સુધી માત્ર ધર્મક્રિયા જ કરી, ધર્મ ન કર્યો. પરિવારને પણ ધર્મ પમાડવાનો પ્રયત્ન ન કર્યો. તેથી પાછળની પેઢીને ધર્મનો વારસો ન મળ્યો. એવી જ પરિસ્થિતિ ધર્મક્ષેત્રના સંચાલનમાં પણ થઈ છે. વહીવટ કરનાર પોતે વહીવટ કરે તે સમજ્યા, પણ નવા કોઈને જોડવાનો, તૈયાર કરવાનો પ્રયત્ન જ ન કરે. નવો કોઈ જોડાવા માગે તો તેને જરાય સહકાર ન આપે, તેની નાની ભૂલને આગળ કરી તેને તોડી નાખે, ઉત્સાહ ભાંગી પાડે. ૫% જેટલી ભૂલ હોય તેને ૭પ% જેટલી કરીને બતાવે. પેલો આવતો-જોડાતો અટકી જાય. આથી રહે શું? પાછળ અંધારું જ ને !
અમારા વડીલ ગુરુવર્યોએ અમારું ઘડતર ન કર્યું હોત તો તેમના ગયા પછી અમે શાસનનું યત્કિંચિત્ પણ જે કાર્ય કરી શકીએ છીએ તે શું કરી શક્ત? તેમ
उप्पन्नसंसया जे सम्म पुच्छंति नेव गीयत्थे । चुक्कंति सुद्धमग्गा ते पल्लवग्गाहिपंडिच्चा ।।
त्यवंदन महाभाष्य કાકા એ કોલ કરી વાડી નો રાગ મા !
હેપકિ. હાલ
૫૪
જેતસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org