________________
ધર્મક્ષેત્રનો વહીવટ આમ જોવા જઈએ તો કાચા પારા જેવી વસ્તુ છે. છતાં એ બધુંય ધ્યાનમાં રાખીને વહીવટ તો કરવાનો જ છે અને એ તમારી જ્વાબદારી પણ છે જ.
મુખ્ય વાત ફરી કહી દઉં. આ જીવન શ્રમણત્વ પામવા માટે જ છે. તે જ્યાં સુધી ન પામી શકાય ત્યાં સુધી તે પામવાના લક્ષ્ય અને પુરુષાર્થપૂર્વક સાચું શ્રાવકત્વ પામવાનો, બાર વ્રતધારી શ્રાવક બનવાનો પુરુષાર્થ ક૨વાનો છે. શ્રાવકપણામાંય તમારા માટે મુખ્યસ્થાને દેવ-ગુરુ-ધર્મ-ધર્મી અને ધર્મસ્થાનો ૨હેવાં જોઈએ, ઘ૨-સંસાર-પરિવાર-ધન-પેઢી વગેરેનો ક્રમાંક ત્યારબાદ. આ કલિકાલમાં જૈનશાસનની આરાધના કરવા માટેનાં આલંબનો બે છે જિનબિંબ અને ૨ - જિનાગમ. પૂજામાં પણ કહ્યું છે - “વિષમકાળ જિનબિંબ, જિનાગમ ભવિયણનું આધારા.”
:
૧
-
ભૂતકાળના તમારા, અમારા પૂર્વજ સાધકોએ સ્વર્ણાદિ ધાતુઓ, વજ-નીલ આદિ રત્નો, ઉત્તમ જાતિના પાષાણોથી અનેકાનેક લાક્ષણિક જિનબિંબોનું નિર્માણ કર્યું - કરાવ્યું છે અને તેને સ્થાપવા માટે તીર્થો, મહાતીર્થોનાં તેમ જ જિનમંદિરોનાં ઠેર ઠેર નિર્માણ કર્યાં છે અને એ વારસો આપણને આપી ગયા છે.
મહારાજા સમ્રાટ સંપ્રતિએ ત્રણ ખંડની પૃથ્વીને જિનમંદિરથી મંડિત કરી દીધી. સવા લાખ નવાં જિનમંદિરો અને સવા કરોડ જિનપ્રતિમાઓ ભરાવી પ્રતિષ્ઠિત કરી હતી. મંત્રીશ્વર વિમળશા, મહારાજા કુમારપાળ, મંત્રીશ્વર વસ્તુપાલ, તેજપાલ, શ્રેષ્ઠિવર્ય ધરણાશા આદિ પુણ્યવંતા આત્માઓએ અજબગજબનાં જિનબિંબો અને જિનમંદિરોથી પૃથ્વીને અલંકૃત કરી હતી. આ રાજસ્થાનમાં પણ ગામડે ગામડે જઈએ અને નાચી ઊઠવાનું મન થાય એવાં અલૌકિક જિનબિંબો તેમજ જિનાલયો જોવા મળે.
સકલ સંઘ એ જિનબિંબો અને જિનાલયોની સમ્યક્ ભક્તિ કરી શકે, તે મંદિરો સદાય પ્રાણવંતાં-ધબકતાં ૨હે, એના જિર્ણોદ્વાર થઈ નવપલ્લવિત બને,
૩૨
धर्मस्तपः संयमदानमुख्यो, जिनाज्ञया स्यात्फलदः समग्रः । आज्ञाविहीनः परिहारयोग्यः, पलालवत् केवलमाश्रितोऽपि ॥
- सुक्तिरत्नावली
જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org