________________
એમ ન કહીએ. સભા વાંધો શું? ગુરુ કહે પણ ત્યારે જો તમારા સંયોગ ન હોય અને જો તમે ન કરો તો સાધુના આદેશનો-આજ્ઞાનો ભંગ થાય. એ આજ્ઞા ભંગાવવાનું પાપ ગુરુને લાગે; અને કદાચ ગુરુના આદેશથી મન ન હોવા છતાં કરે તો તેમાં મન સ્થિર ન રહે. આર્તધ્યાન વગેરેમાં ચડે તેનું પણ પાપ ગુરુના કપાળે ચોંટે. માટે સામાયિક વગેરે લેવા-પારવાના આદેશમાં પણ ઘણી બધી વિવેકપૂર્ણ વિધિ બતાવી છે.
આ ઉપરથી તમને એ ખ્યાલ આવવો જોઈએ કે, અનારંભ એવા સામાયિકને કરવાનો અને સારંભ છતાં નિરવદ્ય એવા જિનમંદિર નિર્માણ આદિ કાર્યોનો આદેશ પણ અમારાથી જો ન અપાય તો અમારાથી તે કાર્ય લઈને કેમ બેસી શકાય ? અમારી - સાધુઓની ક્યાંય દુનિયામાં પેઢી નથી પણ આવા ધંધા શરૂ થયા છે. અમે અમારી મર્યાદામાં રહીએ, તમે તમારી મર્યાદામાં રહો તેમાં જ અમારું અને તમારું કલ્યાણ છે.
ખરી મર્યાદા મુજબ જો રહીએ તો તમારાથી અમને પૂછ્યા વિના પાણી પણ ન પિવાય. આચાર્યને કોઈ પૂછે તો તેમની પણ જવાબદારી છે કે, એ પોતાની કોઈ વાત ન કરે. જે પણ વાત કરે તે જિનાજ્ઞાની જ વાત કરે, એ જિનાજ્ઞાને બતાવતાં આ ધર્મશાસ્ત્રોની જ વાત કરે. મોટામાં મોટો વકીલ હોય તો પણ કોર્ટમાં દલીલ-રજૂઆત કરતાં એને કાયદાની કલમ ટાંકવી જ પડે. મોટામાં મોટો ન્યાયાધીશ હોય તો પણ તેને જજમેન્ટમાં જે નિર્ણય આપે, તેના સમર્થનમાં કાયદાની કલમ ટાંકવી જ પડે. મને આમ લાગે છે, મારો આ અભિપ્રાય છે, એમ કાયદાથી નિરપેક્ષ બની સ્વતંત્રપણે અભિપ્રાય આપવાનો અધિકાર જેમ જજ કે વકીલ કોઈને નથી; તેમ અહીં પણ કોઈને નથી. ગમે તેવા મોટા આચાર્ય પણ જે કહે તે આ શાસ્ત્રમાં દર્શાવેલ શ્રી જિનાજ્ઞાને આંખ સામે રાખીને જ કહે.
जो जीव निकट भावि में मुक्तिपद पानेवाले हैं, उन्हें ही हमेशा विधि मुजब करने की भावना होती है । विधि त्याग एवं अविधि आदर तो अभव्य एवं भारीकर्मी भव्य (दुर्भव्य) નીવો હો હોત ? | મારી - પરેશાન
પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org