________________
દ્વત્રિશદ્ દ્વાત્રિશિકા, સ્તવપરિજ્ઞા વગેરે ધર્મગ્રંથોમાં અને મૂર્તિવિધાન તેમ જ શિલ્પના પણ અનેક ગ્રંથોમાં એ અંગેની વિગત આપવામાં આવેલી છે. ગુરુનિશ્રાએ મહિનો માસ એ બાબતોનો અભ્યાસ કરી, પોતાની પરિણતિભાવધારા એને અનુરૂપ બનાવવી બહુ જરૂરી છે, તમારા ભાવોને એ માટે કેળવવા જરૂરી છે. નક્કી કરવું જોઈએ કે મૂર્તિમંદિર આદિનું નિર્માણ પ્રથમ તો સ્વોદ્ધાર માટે કરવાનું છે, પછી એથી પરનોય ઉદ્ધાર થાય એ બીજી વાત.
એમાં પણ જે આ નિર્માણકાર્ય સ્વદ્રવ્યથી કરે, અને જે સંઘના તાબામાં રહેલા સાધારણ દ્રવ્ય કે દેવદ્રવ્ય આદિ ધનથી કરે, તે બંનેમાં વાપરવાની રીત અલગઅલગ છે.
સ્વદ્રવ્યથી નિર્માણ કરનારે ઉદાર થઈ વરસી જવાનું છે, જ્યારે સંઘદ્રવ્યથી કાર્ય કરનારે જોખી-જોખીને, એક પણ પૈસો વેડફાય નહિ એ રીતે વાપરવાનું છે; છતાં એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખવાની હોય છે કે કોઈને નીચોવી નથી નાંખવાના. પહેલાંના કાળમાં સંઘ કે વ્યક્તિ કોઈ પણ નિર્માણકાર્ય કરતા તે સ્વદ્રવ્યથી જ કરતા, દેવદ્રવ્યમાંથી મંદિરો ન બનતાં. સભા તો દેવદ્રવ્યનું શું કરાતું ?
એનો નિધિ કરવાની વિધિ છે. ગુપ્ત ભંડાર કરતા, સંઘ એનાં રોજ દર્શન કરતો. યથાશક્તિ એમાં રોજ ઉમેરો કરતો અને ભાવના ભાવતો કે, આજે તો અમે બધાં કાર્યો કરવા સમર્થ છીએ, કાલે ન જાણે એવો કોઈ કાળ આવે જ્યારે કોઈ કરવાવાળું ન હોય ત્યારે આ દ્રવ્યમાંથી જિનમંદિરનો જીર્ણોદ્ધાર-નિર્માણાદિ કાર્ય થતાં રહે.
આ મૂળ વાત હોવા છતાં આજે અમારે બીજી વાત કરવી પડે છે. તમારા સૌના પુણ્ય (!) સરકાર તમને એવી મળી છે કે ગમે ત્યારે એક જ કલમના ગોદે મધું હડપ કરી લેશે, કશું કહેવાય તેમ નથી. માટે જે પણ દેવદ્રવ્યાદિ આવક થાય છે, તેને સુયોગ્ય સ્થાને તત્કાળ વાપરી જ દેવી એ જરૂરી બન્યું છે.
"जो व्यक्ति जिनेश्वर कथित वचन का यथास्थित पालन करता नहीं' - उसके जैसा मिथ्यात्वी अन्य कौन हो सकता है ? क्योंकि अन्य कोशंका उत्पन्न कराकर वह मिथ्यात्व की ही वृद्धि करता है।
સાકર :
પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org