________________
મહારાજે કહ્યું : “મંત્રીશ્વર ! કાર્ય તો છે, પણ થશે ?”
ગુરુદેવના મુખેથી આવો પ્રશ્ન પૂછાતાં મંત્રીશ્વરને આંચકો લાગ્યો. આજ સુધી ગુરુદેવે જે પણ કાર્યસેવા બતાવી, તે ન કરી હોત તો આ પ્રશ્ન સ્થાને હતો. પણ આજ સુધીમાં ગુરુદેવે જે પણ કાર્યસેવા જ્યારે પણ બતાવી, ત્યારે તે બધી તેમણે કરી જ હતી. આમ છતાં આવો પ્રશ્ન પૂછાયો એટલે એમણે કહ્યું :
ભગવંત ! મારો કોઈ અપરાધ થયો છે કે આ રીતે આપ પૂછો છો ? આપ ફરમાવો ! જે પણ સેવા હોય તે કરવા સેવક તૈયાર છે. આમ છતાં પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે બીજી વાર પૂછ્યું. “મંત્રીશ્વર ! થશે ?' સાંભળતાં જ મંત્રીશ્વરની આંખ ભીની થઈ. “ભગવંત ! મારો શો અપરાધ થયો કે આપશ્રી આવો પ્રશ્ન કરો છો ? આપ બિલકુલ નિઃશંક રહો. જે પણ કાર્ય હશે તે થશે જ!” છતાં આચાર્યદેવ ફરીથી બોલ્યા, “મંત્રીશ્વર !વિચારીને બોલો ! થશે?” આજની કોઈ વ્યક્તિ હોય તો કહી દે કે, “મહારાજ ! સીધેસીધું બોલો ને ! આમ કુલડીમાં ગોળ શું કામ ભાંગો છો ?” પરંતુ મંત્રીશ્વરના મનમાંય આવો વિચાર ન આવ્યો, બોલવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. અત્યંત વ્યથિત થઈને તેઓએ કહ્યું : “ભગવંત! આપ માગો તો આ માથું ત્રાસકમાં આપને ધરી દઉં, પણ હવે આવો કોઈ પ્રશ્ન મને ન કરતાં આપ જે હોય તે સીધો આદેશ કરો ત્યારે આચાર્યશ્રીએ કહ્યું : “મંત્રીશ્વર ! આ ભાઈને ઓળખો છો ? આ કુમારપાળ છે, એની તમારે રક્ષા કરવાની છે.”
આ સાંભળતાની સાથે જ મંત્રીશ્વરને એક સમય માટે જાણે ધરતી પગ નીચેથી સરકી રહી હોય એવો અનુભવ થયો; કારણ કે કુમારપાળને જીવતો કે મરેલો પકડીને લાવવાનો સિદ્ધરાજનો હુકમ એમના ખીસામાં હતો અને ગુજરાતના રાજવી સિદ્ધરાજના એ મંત્રી-દંડનાયક-સેવક હતા. આમ છતાં એક મિનિટનોય વિચાર કર્યા વિના જ મંત્રીશ્વર ઉદાયનને કહ્યું, ‘ગુરુદેવ!‘તહત્તિ આપ નિશ્ચિત રહેજો. કુમારપાળની રક્ષાની સંપૂર્ણ જવાબદારી મારી. જ્યાં
TET -
अदृष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलन्तः पदे पदे ।।
ज्ञानसार
૨૨
જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org