________________
આઠમે જેને સાહિત્ય સમારોહ હતું કે જેન ધર્મ અહિંસા પ્રધાન છે. તેમ યોગ પ્રધાન પણ છે. યોગ સાધના એ જેનેનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. જે પ્રખ્યકારોએ યેગને શ્રેષ્ઠ કલ્પતરુ જે, ઉત્તમ ચિંતામણિ રતન જેવો અને સિદ્ધિ કે મુક્તિના દ્વાર જેવો કહ્યો છે. જેનશનની યોગ સાધનાનું ભારતીય યોગ પરંપરામાં વિશિષ્ટ સ્થાન છે. યોગાભ્યાસ નિર્વાણ સાધક છે. યોગ એ સાધનાને રાજપથ છે. જેને પરંપરામાં યોગ એટલે મેક્ષ સાથે પેજન કરાવનાર અથવા પતત્ત્વ સાથે જોડાવનારા જૈન આગમમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ રત્નત્રયને મોક્ષના ઉપાય તરીકે બતાવવામાં આવ્યા છે. યોગ એટલે સમ્ય જ્ઞાન, સમ્યમ્ શ્રદ્ધા અને સમ્યગું ચારિત્ર. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગને સવદુખથી મુક્ત હોવાના સાધન તરીકે વર્ણવે છે. આમ સુખ પ્રાતિને માગ જેન ધર્મે યોગના રૂપમાં બતાવ્યું છે. પર્યાવરણ અને પરિગ્રહ પરિમાણ :
ઉપરોક્ત વિષય પર બોલતાં પ્રા. ગુલાબ દેઢિયાએ જણાવ્યું હતું કે જૈન ધર્મે પહેલેથી જ અપરિગ્રહી બનવા, સંગ્રહ છે કરવા કહ્યું છે તે જ વાત આજે પર્યાવરણના નિષ્ણાતો કહી રહ્યા છે. બધું ભેગુ કરવાની લહાયમાં પડેલો માં પ્રકૃતિને લૂટવા લાગે છે. પાણી, જમીન, વૃક્ષો, હવા, શક્તિના સાધનો તે બધું પિતાના માટે જ છે તેમ તે માની રહ્યો છે. કુદત તો પિતાના માટે જ અસ્તિત્વ ધરાવે છે તેમ તે માની રહ્યો છે અને તેથી જ તે ઉપયોગને બદલે તેને ગેરઉપયોગ વધુ કરી રહ્યો છે. આપણે કોઈના વિશાળ બંગલાનું સુંદર ફર્નિચર જોઈએ છીએ ત્યારે તાજુબ થઈ બંગલાના માલિકની પ્રશંસા કરીએ છીએ. ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે એમાં લાકડાના બેફામ વપરાશ પાછળ કેટલાંય અનામી વૃક્ષોને સંહાર થયે હશે. વિના કારણે મેટર દોડાવનાર ધાર્મિક રીતે તો સૂક્ષ્મ જીવોની હિંસા કરી પાપ આચરી રહ્યો છે, પણ પર્યાવરણની દૃષ્ટિએ પણ પ્રદુષણુ વધારી રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org