________________
૨
શ્રી જૈન જ્ઞાન ગીતા.
ચિત્ત વ્યગ્ર હોય તે જે જે કામ કરીએ તે તે સારી રીતે ન થાય માટે કે ઈ પુસ્તક વાંચવું, અગર કે કામ કરવું, તે બહુજ વિચારપૂર્વક કરવામાં આવે તેમજ તેમાં રસ ઉપજે. જેમ ખાવામાં પણ ખૂબ ચાવવાથી જ સ્વાદ સમજાય છે, રંગ પણ વિશેષ ઘુંટવાથી જ દીપી નીકળે છે, તેમ વાંચન પણ ઘણું જ મનનપૂર્વક વાંચવાથી તાત્પર્ય સમજાય છે. ગત વસ્તુ માટે શેક કરે તે વિલાપ છે. કારણ શાસ્ત્રકારોએ પણ કહ્યું કે તું ન શોમ. જે માટે આપણે નિશ્ચિત છીએ કે અમુક વસ્તુ આપણને હવે કોટી પ્રયત્ન પણ મળી શકવાની નથી પછી વ્યર્થ શોક કરે તે વિલાપ રૂપજ છે, કઈ પણ મનુષ્યને વારે વારે શિખામણના તેમજ હિતના શબ્દો કહેવા છતાં તે ધ્યાનપર ન લે અને છતાં પણ કહ્યાજ કરીએ તે પણ વિલાપ તુલ્ય જ છે.
જેનું ચિત્ત વ્યગ્ર છે તેને કહેવું, તે ૫ણ વિલાપ. ઘણું કુશિષ્ય અગર કુપુત્ર હોય તેને શિખામણ દેતાં નજ માને છે તે પણ વિલાપ તુલ્ય જ ગણવું. આવા કુપુત્ર કે કુશિષ્યને છાંડવાથીજ સુખી