________________
સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ
દેવા દૈવીં નરા નારી શબરાશ્ચાપિ શાબરીમ્ । તિર્યંચોડપિ હિ તૈરશ્રીં મેનિરે ભગવદ્બિરમ્ ।। પ્રાકૃતનાં વ્યાકરણો
૭. બૌદ્ધ ભાષાએ સંસ્કૃતનો અધિક આશ્રય લીધેલ છે, સિક્કાઓ તથા લેખોની ભાષા પણ તેવી છે. શુદ્ધ પ્રાકૃતના નમૂના જૈન સૂત્રોમાં મળે છે. અહીં બે વાત બીજી ધ્યાનમાં રાખવાની છે : (૧) એક તો જે કોઈએ પ્રાકૃતનું વ્યાકરણ બનાવ્યું, તેણે પ્રાકૃતને ભાષા સમજીને વ્યાકરણ નથી લખ્યું. સામાન્ય વાતો જેવી કે પ્રાકૃતમાં દ્વિવચન અને ચોથી વિભક્તિ નથી, એ વાત એક બાજુ પર રાખીએ તો બધાં પ્રાકૃત વ્યાકરણો કેવલ સંસ્કૃત શબ્દોના ઉચ્ચારણમાં શું-શું ફેરફાર થાય છે તેની પરિસંખ્યા સૂચિ માત્ર રૂપે છે. (૨) બીજી વાત એ છે સંસ્કૃત નાટકોની પ્રાકૃતને શુદ્ધ પ્રાકૃતના નમૂના ગણવા ઉચિત નથી. તે તો પંડિતાઈભરેલી યા નકલી યા બનાવેલી પ્રાકૃત છે, કે જે સંસ્કૃતમાં મુસદ્દો બનાવી પ્રાકૃત વ્યાકરણના નિયમો પ્રમાણે ‘ત’ની જગ્યાએ ‘ય’, અને ‘ક્ષ’ની જગ્યાએ ‘ખ’ એમ મૂકીને સંચામાં વસ્તુ બન્દે તેમ બનાવવામાં આવી છે. એટલેકે સંસ્કૃતનું રૂપાંતર કરી મૂકેલી છે, [એ અસલ] પ્રાકૃત ભાષા નથી. અલબત્ત, ભાસનાં નાટકોની પ્રાકૃત શુદ્ધ માગધી છે. જૂના કાળની પ્રાકૃતની રચના, દેશભેદ નિયત થઈ જવાથી કાં તો માગધીમાં પરિણમી યા કાં તો મહારાષ્ટ્રી પ્રાકૃતમાં. શૌરસેની, પૈશાચી આદિ કેવલ ભાષામાં વિરલ દેશભેદમાત્ર રૂપે રહી ગઈ એવું, તે ભાષા પર પ્રાકૃત વ્યાકરણોમાં કેટલું થોડું ધ્યાન દેવામાં આવ્યું છે તે પરથી સિદ્ધ થાય છે. માગધી-અર્ધમાગધી તો આર્ષ પ્રાકૃત બની જૈન સૂત્રોમાં જ બંધ થઈ ગઈ, તે પણ એક જાતની છંદની ભાષા બની ગઈ.
૫
૮. પ્રાકૃત વ્યાકરણોએ મહારાષ્ટ્રીનું પૂરી રીતે વિવેચન કરીને તેને આધાર રૂપે માની. શૌરસેની આદિના અંતરને તેમણે અપવાદો રૂપે જણાવેલ છે. આનો અર્થ એ કે દેશભેદથી કેટલીક પ્રાકૃત થવા છતાં પણ પ્રાકૃત સાહિત્યની પ્રાકૃત એક જ હતી. જે પદ પહેલાં માગધીનું હતું તે મહારાષ્ટ્રીને મળ્યું. આ પરમપ્રાકૃત અને સૂક્તિરત્નોનો સાગર કહેવાઈ. રાજાઓએ તેની કદર કરી. હાલે (સાતવાહને) તેના કવિઓની ચૂંટેલી રચનાઓ એકત્ર કરી ‘સતસઈ’ (ગાથાસપ્તશતી) બનાવી, પ્રવસેને ‘સેતુબંધ’ કરી પોતાની કીર્તિ તે દ્વારા સાગરની પેલે પાર પહોંચાડી, વાતિએ તે ભાષામાં ‘ગૌડવધ’ બનાવ્યો, પરંતુ આ સર્વ પંડિતી પ્રાકૃત થઈ, વ્યવહારની નહીં. જૈનોએ તેને ધર્મભાષા માની તેનું સ્વતંત્ર અનુશીલન કર્યું અને માગધીની પેઠે મહારાષ્ટ્રી પણ જૈન રચનાઓમાં જ શુદ્ધ મળે છે, અને છંદો થવાથી જેમ સંસ્કૃતનો ‘શ્લોક’ તે અનુભ્ છંદોનો રાજા છે, તેમ પ્રાકૃતની રાણી ‘ગાથા’ છે. લાંબા છંદ પ્રાકૃતમાં આવ્યા તો તેના પર સંસ્કૃતની છાયા સ્પષ્ટ જોવામાં આવે છે. પ્રાકૃત કવિતાનું આસન ઊંચું થયું.
પ્રાકૃત કવિતાનું ઊંચું આસન
૯. એવું કહેવામાં આવ્યું છે કે દેશી શબ્દોથી ભરેલી પ્રાકૃત કવિતાની સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org