________________
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
(૨) દેવૈ ની જગ્યાએ “દેવેભિઃ” (“અધરહિં) કહેવાની સ્વતંત્રતા પ્રાકૃતને રિફ્યક્રમમાં [વારસામાં] મળી, સંસ્કૃતને નહીં. (૩) સંસ્કૃતમાં અધિકરણનો સ્મિ' સર્વનામમાં જ બંધાઈ ગયો, પરંતુ પ્રાકૃતમાં “મિ', “ન્ડિ’ થતાં થતાં હિન્દીના “મેં', ગુજરાતીના “માં” સુધી પહોંચી ગયો. (૪) વૈદિક ભાષામાં છઠ્ઠી યા ચોથીનો યથેચ્છ પ્રયોગ કરવાની સ્વતંત્રતા હતી, તે પ્રાકૃતમાં આવી ચોથી વિભક્તિને જ ઉડાવી ગઈ, કિંતુ સંસ્કૃતમાં બંને, પાણી ઊતરી જતાં ચઢાણ પર ચીટકી રહે તેમ રહી ગઈ. (૫) વૈદિક ભાષાના ‘વ્યત્યય’ અને ‘બાહુક' પ્રાકૃતમાં જીવિત રહ્યા અને પરિણામ એ આવ્યું કે અપભ્રંશમાં એક વિભક્તિ “હ” હું ઘણા કારકો તરીકે વપેરાઈ, સંસ્કૃતની પેઠે જરાય પિટાઈ નહીં. (૬) સંસ્કૃતમાં પૂર્વકાલિકનો એક “વા” જ રહી ગયો, અને ‘ય’ નીકળી ગયો, અહીં પ્રાકૃતમાં “ત્વાન અને વાય’ અને ‘ય’ સ્વતંત્રતાથી આગળ વધતા ગયા, વપરાતા ગયા. (આગળ જુઓ). (૭) ક્રિયાર્થી ક્રિયા (ઇન્ફિનિટિવ ઑવ્ પર્પઝ)નાં કેટલાંક રૂપો (જે ધાતુજ શબ્દોનાં બીજી, છઠ્ઠી યા ચોથીનાં રૂપ છે તેમાંથી સંસ્કૃતને ભાગે ‘તુમ' એકલું જ આવ્યું જ્યારે પ્રાકૃતમાં બીજાં ઘણાં રૂપ આવ્યાં. (૮) “ફ” ધાતુનો અનુપ્રયોગ સંસ્કૃતમાં કેવલ કંઈ લાંબા ધાતુઓના પરોક્ષ ભૂતમાં રહ્યો, છંદની ભાષામાં બીજી જગ્યાએ પણ હતો, કિંતુ અનુપ્રયોગનો સિદ્ધાંત અપભ્રંશ અને હિન્દી-ગુજરાતી આદિ ભાષા સુધી પહોંચ્યો. આ વિષય વિશેષ વધારી ઉદાહરણો સાથે લખી બતાવવાની જરૂર છે. અત્યારે ટૂંકમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
૪. અકૃત્રિમ – સ્વાભાવિક ભાષાપ્રવાહમાં (૧) છંદસૂની ભાષા (૨) જૈન સૂત્રોની માગધી (૩) બૌદ્ધ ગ્રંથોની પાલી (૪) અશોકની ધર્મલિપિઓની ભાષા (૫) લલિતવિસ્તરની ગાથા યા ગડબડી સંસ્કૃત અને (૬) ખરોષ્ઠી અને પ્રાકૃત શિલાલેખો તથા સિક્કાઓની અનિર્દિષ્ટ પ્રાકૃત – આ જ પુરાણા નમૂના છે.
| વિદિક ભાષા સંસ્કૃત કરતાં પ્રાકૃતની વધુ નજીક છે એ મત હવે સ્વીકાર્ય રહ્યો નથી.]
જૈન સૂત્રોની ભાષા ૫. માગધી યા અર્ધમાગધી કહેવાય છે, તેને આર્ષ પ્રાકૃત પણ કહેવામાં આવે છે. પછીથી પ્રાકૃત–વૈયાકરણીઓએ માગધી, અર્ધમાગધી, પૈશાચી, શૌરસેની, મહારાષ્ટ્રી આદિ દેશભેદ અનુસાર પ્રાકૃત ભાષાના ભેદ કર્યા, કિંતુ માગધીવાલા કહે છે કે માગધી મૂલ ભાષા છે કે જેને પ્રથમ કલ્પના મનુષ્ય, દેવ અને બ્રાહ્મણ બોલતા હતા.
[માગધી મૂળ પ્રાકૃત એમ શ્વેતાંબરો કહે છે તો શૌરસેની મૂળ પ્રાકૃત એમ દિગંબરો કહે છે.]
૬. હેમચન્દ્રાચાર્યે “જિણિન્દાણ વાણી' – જિનેન્દ્રોની વાણીને ઉદેશીનામમાલાના આરંભમાં “અસેસ ભાસ પરિણામિણી એ વિશેષણ આપી વંદના કરતાં એવું અવતરણ આપ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org