________________
માસિકમાં પ્રકાશિત લેખો વાચી “પૂ.આ. ભ. શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેમાં કેટલાક સુધારાવધાર કરાવી, આ વિષય અંગેની કેટલીક મારી શકાઓનું પણ તેઓશ્રીએ સમાધાન કર્યું. આ સમયે આ વિષય અને મને તેઓશ્રી પાસેથી ઘણું ઘણું જાણવા સમજવાનું મળ્યું. અને તેની પ્રેસ કેપી તૈયાર કરી છેવટ સંવત ૨૦૨૪ની સાલમાં “જેનદર્શનનું પદાર્થ વિજ્ઞાન” નામે પુસ્તકની પ્રથમવૃત્તિ પ્રકાશિત થઈ શકી અને તે સમયે પૂઆ. શ્રી રાજેન્દ્રસૂરીજી મહારાજ (ડહેલવાળા), તથા પૂ આ.મ શ્રી ભુવનતિલક સૂરીશ્વરજી મહારાજ, તથા પૂ મુ શ્રી પુદયવિજયજી મહારાજ, અને પૂ આ. ભ. શ્રી કીર્તિચંદ્રસૂરીજી મહારાજ સાહેબના સદુપદેશથી કેટલાક સદ્ગહ તરફથી, આ પુસ્તકના પ્રકાશન ખર્ચની પણ સ પૂર્ણ પ્રાપ્તિથી તે સમયે તે કામ મને ખૂબ જ સરલ બની રહ્યું.
તે સમયે આ પુસ્તકનું પ્રકાશન કરાવવામાં પૂ આ. ભ. શ્રી કીર્નિચંદ્રસૂરીજી મ. સાહેબ, મને માત્ર ઉત્સાહ પ્રેરિત જ નહિં બની રહેતાં, આવું સાહિત્ય લખવાની મારી જીજ્ઞાસા અને ઉત્ક ઠા, વધુને -વધુ બની રહે તે માટે અને જૈન સંઘ, આવા સાહિત્યની કદર કરે, એ હિસાબે, તેઓશ્રીએ પૂ. આ. ભ. શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરી કે આ પુસ્તકનું જાહેર જનતામાં પ્રકાશનવિધિનું આયોજન થાય તે સારૂં. પૂજ્યશ્રીને પણ તે વાત ઉચિત જણાઈ. અને પિતાના વિ. સં. ૨૦૨૪ની સાલના માસામાં પાલડી–અમદાવાદમાં “વિશ્વનંદિકર જૈનસંઘને” આ બાબત સમજા વતાં તે સંધના અગ્રેસરોએ તે વાતને સહર્ષ માન્ય રાખી, અરૂણ સોસાયટીના દેરાસરના કમ્પાઉન્ડમાં કરેલ ભવ્ય સમારભમાં આ પુસ્તકની પ્રથમવૃત્તિનું ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રકાશન થયું.
પ્રકાશિત થયેલ આ પુસ્તક તત્ત્વજિજ્ઞાસુ વર્ગમા ખૂબ જ પ્રિય થઈ પડવાથી પુનઃ તેની બીજી આવૃત્તિ છપાવવાની ઘણું તત્ત્વપ્રેમી