Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 12
________________ પુસ્તક અને લેખકનો પરિચય પુસ્તક પરિચય –જેનદર્શનનું પદાર્થવિજ્ઞાન નામના આ પુસ્તકમાં જેનદર્શનકથિત પદાર્થવિજ્ઞાનની ઝીણવટભરી રીતે તાત્વિક અને સાત્વિક વિચારણા કરવામાં આવી છે. વિષય અત્ય ત જટિલ અને ગહન હોવા છતાં લેખકે લેકગ્ય અને વિદ્વભેચ શૈલિમાં સાદી અને સરળ ભાષામાં સમજાવવાને સુંદર પ્રયાસ કર્યો છે. સાથે સાથે આધુનિક વૈજ્ઞાનિકે શું માને છે, અને શું માનતા હતા, એ વિષયને વિશદ રીતે ચચ, જૈનદર્શનની ખૂબી, અખી રીતે પ્રદર્શિત કરી, જિજ્ઞાસુવર્ગ માટે અત્યંત ઉપયોગી સામગ્રી પુરી પાડી છે. એટલે પુસ્તક અત્યંત ઉપયોગી નીવડશે, એ હકીકત છે. લેખક પરિચય – પુસ્તકના લેખક વાવ (બનાસકાંઠા) નિવાસી, અને ઘણા વર્ષો સુધી સિરોહી (રાજસ્થાન) પાર્શ્વ જૈનશાળાના મુખ્ય ધાર્મિક અધ્યાપક તરીકે કામ કરી, ત્યાંના જૈનસંઘની હાર્દિક ચાહના અને પ્રેમ પ્રાપ્ત કરનાર શ્રી ખુબચ દભાઈ કેશવલાલ છે. વળી તેઓશ્રીએ આજ સુધી અનેક તાત્ત્વિક પુસ્તક લખી જનતાને પિતાના જ્ઞાનને અપૂર્વ લાભ આપે છે. કલ્યાણ માસિકમાં (જૈન) તેઓશ્રીની ઘણા ટાઈમ સુધી ચાલુ રહેલ તાત્વિક લેખમાળાએ જેનતત્વને અભ્યાસીઓનું સારૂ એવું આકર્ષણ જમાવ્યું છે. આવા એક શ્રધ્ધાળુ લેખક, ધાર્મિક અધ્યાપક, અને જૈનશાસનની પ્રભાવનાની તમન્ના ધરાવનાર સુગ્ય વ્યક્તિનું સન્માન અને બહુમાન કરવું, એ પણ આપણું એક કર્તવ્ય છે તેમ સમજીને આ ભવ્ય સમારંભનું આયેાજન અત્રે કરવામાં આવ્યું છે. (શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ તરફથી અરૂણ સેસાયટી (પાલડી) અમદાવાદમાં તા. ૨૬-૧૧-૧૭ના રોજ, પૂ પાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરિશ્વરજી મહારાજ તથા શતાવધાની પૂ. આચાર્ય વિજય કીર્તિચદ્રસૂરિજી મહારાજ આદિ મુનિવરોની નિશ્રામાં, આ પુસ્તકની પ્રથમવૃત્તિનું પ્રકાશન અને સમર્પણ વિધિના ભવ્ય સમારંભ પ્રસંગે, પ્રકાશિત આમ ત્રણ પત્રિકામાંથી સાભાર ઉદધૃત) - 1

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 363