________________
ઇતિહાસની કેડી
પણ જૈન વિષ્ણુકાનું કી ફીટ પ્રાધાન્ય હતું. હેમચન્દ્ર જેવા જૈન આચાર્ય નું સિદ્ધરાજ અને કુમારપાલ એ એ સૌથી વિક્રમશાળી રાજાએ ઉપર સારું પ્રભુત્વ હતું. તત્કાલીન સમાજમાં જૈનધર્મનાં ભીન્ન બળે। પણ કામ કરતાં હતાં. ગુજરાતની પ્રજાની ભાવનાને અને આચારને અહિંસાપ્રધાન બનાવવામાં આ ઐતિહાસિક કારણોના ઘણા મેાટા ફાળે છે.
પરાકાષ્ટા પછી પતન એ ન્યાયે કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલના સમયથી પાટણની પડતીને પ્રારંભ થયેા. અજયપાલની પછી ગાદીએ આવનાર ભીમદેવ બીજાના સમયમાં પાટણના સામ્રાજ્યના પાયા ડેાલી ગયા હતા, અને જયન્તસિહ નામે કાઈ સામત ઘેાડા સમય માટે ભીમદેવને હાંકી કાઢી રાજ્યના માલિક થઈ ખેઠે હતા. ભીમદેવના ડગમગતા સિંહાસનને વેળકાના રાણા વાધેલા લવણુપ્રસાદ અને તેના પુત્ર વીરધવલે પાછું સ્થિર કર્યું, અને વીરધવલના મંત્રીએ વસ્તુપાલ– તેજપાલના નેતૃત્વ નીચે પાટણ અને ગૂજરાતના જીવનમાં થોડા સમય પાછું નવચેતન આવી ગયું. સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં ચાલતી હતી તેવી સાંસ્કારિક પ્રવૃત્તિએ વસ્તુપાલ-તેજપાલના આશ્રય નીચે ફરી પાછી શરૂ થઇ.
સાલકીના સમયથી માંડી વીરધવલના પુત્ર વીસલદેવના અવસાન સુધીને કાળ-વિક્રમની બારમી અને તેરમી શતાબ્દી તથા ચૌદમી શતાબ્દીને! પ્રથમ પાદ-એ ગુજરાતના સંસ્કૃત જ્ઞાનને મધ્યાહ્નકાળ છે. સંસ્કૃત વિદ્યાનુ કેન્દ્રસ્થાન પાટણ હતું અને ગૂજરાતનું શ્રેષ્ટ સંસ્કૃત સાહિત્ય પાટણમાં જ લખાયેલું છે. હેમચન્દ્ર અને તેમના શિષ્યમંડળ ઉપરાંત સંખ્યાબંધ જૈન આગમગ્રન્થા ઉપર પ્રમાણભૂત ટીકાએ રચનાર આચાર્યો અભયદેવસૂરિ અને મલગિરિ, આગળ જેને ઉલ્લેખ કર્યો છે તે ‘ મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ ’ના કર્તા યશશ્ચન્દ્ર, ‘ કુમારપાલપ્રતિબંધ ' અને ‘શતાર્થીકાવ્ય ’ના કર્તા સેામપ્રભાચાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org